Friday, November 15, 2024
HomeGujaratહિટ એન્ડ રન:ટંકારાના વિરપર નજીક રીક્ષાને પાછળથી ઠોકરે ચડાવી અજાણ્યો કાર ચાલક...

હિટ એન્ડ રન:ટંકારાના વિરપર નજીક રીક્ષાને પાછળથી ઠોકરે ચડાવી અજાણ્યો કાર ચાલક નાસી ગયો

રીક્ષા ચાલક સહિત ત્રણ ઇજાગ્રસ્ત પૈકી એક પેસેન્જરનો પગ છૂંદાઈ જતા સારવારમાં પગ કપાયો

- Advertisement -
- Advertisement -

ટંકારાના વિરપર ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં લજાઈ ચોકડીથી નવા બસસ્ટેન્ડ પેસેન્જર ભરીને જઈ રહેલી સીએનજી રીક્ષાને વિરપર નજીક પાછળથી પુરપાટ ઝડપે આવતી સફેદ કાર દ્વારા હડફેટે લેતા રીક્ષા રોડ વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેથી રીક્ષા ચાલક તથા બે પેસેન્જર સહિત કુલ ત્રણ વ્યક્તિ પૈકી એક પેસેન્જરનો જમણો પગ છૂંદાઈ જતા રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા પગ કાપવાની ફરજ પડી હતી. જ્યારે અકસ્માત સર્જી અજાણી સફેદ કારનો ચાલક ઘટના સ્થળેથી પોતાની કાર લઈને નાસી ગયો હતો, હાલ સારવાર લઈ રહેલા રીક્ષા-ચાલક દ્વારા અજાણ્યા કાર ચાલક આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હિટ એન્ડ રનના કિસ્સામાં પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા રણજીતભાઈ ગણેશભાઈ ડાભી ઉવ.૩૭ રીક્ષા ચલાવી પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે ત્યારે ગઈ તા.૧૦/૧૧ ના રોજ રણજીતભાઈ પોતાના નિત્યક્રમનુસાર પોતાની સીએનજી રીક્ષા રજી.નં.જીજે-૩૬-ડબલ્યુ-૨૧૭૦ લઈને પેસેન્જરોના ફેરા કરતા હોય ત્યારે ટંકારાની લજાઈ ચોકડીથી પેસેન્જર ભરીને મોરબી નવા બસ સ્ટેન્ડ જઈ રહ્યા હતા તે દરમિયાન વિરપર ગામ નજીક સફેદ કલરની ફોરવ્હીલના ચાલકે પોતાની કાર ફૂલસ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી આવી સીએનજી રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક પોતાની કાર લઈને નાસી ગયો હતો, ત્યારે અકસ્માતની ઘટનામાં રીક્ષા રોડ વચ્ચેના ડિવાઈડરમાં લગાવેલ પતરા સાથે ભટકાઈ હતી.

અકસ્માત બાદ રીક્ષા ચાલક તથા બે પેસેન્જરોને ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા, જ્યાંથી ઇજાગ્રસ્ત ત્રણ પૈકી એકને પગમાં ગંભીર ઇજાઓ હોય જેથી તેને રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન પેસેન્જરનો પગ કાપવાની ફરજ પડી હતી. જ્યારે મોરબી સારવારમાં રહેલ રીક્ષા ચાલકને માથામાં ટાંકા તેમજ ઢીંચણના ભાગે ફ્રેકચર તથા અન્ય પેસેન્જરને માથામાં તથા શરીરે ઇજાઓ પહોંચી હતી, સમગ્ર અકસ્માત મામલે સારવારમાં રહેલ રીક્ષા ચાલક રણજીતભાઈ દ્વારા અજાણી સફેદ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો દાખલ કરી આરોપી અજાણી સફેદ કારના ચાલકને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!