Friday, November 15, 2024
HomeGujaratવિશ્વ ડાયાબિટીસ દિવસ અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે મોરબીમાં યોગ શિબિર યોજાઇ

વિશ્વ ડાયાબિટીસ દિવસ અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે મોરબીમાં યોગ શિબિર યોજાઇ

વિશ્વ ડાયાબિટીસ દિવસની 14 નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે જેમાં ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર ના સયુંકત ઉપક્રમે શ્રી સરસ્વતી શીશુ મંદિર મોરબી ખાતે આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં રજીસ્ટર થયેલ ડાયાબિટીસ પેશન્ટ જોડાયા હતા….

- Advertisement -
- Advertisement -

મોરબીના શ્રી સરસ્વતી શીશુ મંદિર ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસમાં ઉપલક્ષમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર યોજવામાં આવે છે. જેમાં ડો. જે. એસ. ભાડેસિયા સાહેબ (માં. ક્ષેત્ર સંઘચાલક, પશ્ચિમ વિભાગ, આર.એસ.એસ), ડૉ. વિજયભાઈ ગઢીયા, ડૉ. પ્રવીણ વડાવિયા અને ડો. ચિરાગ આધારાની ઉપસ્થિતિમાં શિબિર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અને તેઓનું માર્ગદર્શન દરેક હાજર રહલે શીબિરાર્થીઓને પ્રાપ્ત થયું હતું. જેમાં બહોળી સંખ્યામાં વહેલી સવારે યોગ શિબિરમાં જોડાવા બદલ ડો. ભાડેસિયા દ્વારા ખૂબ હર્ષ વ્યકત કરાયો હતો. અને ખોટી ચિંતાથી દૂર રહેવા અને સ્વાસ્થ પ્રત્યે જાગૃત રહેવા જણાવ્યું હતું. ડો.પ્રવીણભાઈ વડાવિયા દ્વારા યોગ, આયુર્વેદ અને એલોપેથીના ત્રિવેણી સંગમ વિશેની વાત રજૂ કરવામાં આવી હતી. અને આયુર્વેદ દ્વારા શરીરને તંદુરસ્ત રાખવા અંગે અત્યંત જરૂરી જાણકારી આપવામાં આવી હતી. ડો.વિજયભાઈ ગઢીયા દ્વારા ડાયાબિટીસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અને ડાયાબિટીસને દૂર રાખવા જીવન શૈલીમાં કરવાના થતાં ફેરફારોની સમજ આપવામાં આવી હતી.

ડો. ચિરાગ આધારા દ્વારા યોગ અને એક્સરસાઇઝનું મહત્વ જણાવી ડાયાબિટીસ વાળા લોકોને આ બાબતની સંપૂર્ણ જાણકારી આપી રોગમાંથી બહાર નીકળીને તંદુરસ્ત બને તેવા શુભ આશય સાથે બધા સંબોધન કર્યું હતું. જે ડાયાબિટીસ નિવારણ યોગ શિબિર કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી ટીમ, આરોગ્ય વિભાગ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લાની સમસ્ત ટીમ સતત કાર્યરત રહી હતી તેમ મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહે યાદીમાં જણાવ્યું છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!