સુરતના ભેસ્તાનમાં પોલીસ પીસીઆર વાન ઉપર હુમલો કરનાર બુટલેગર યુસુફ ખાનને ભેસ્તાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીએ જે સ્કોર્પિયોથી કોન્સ્ટેબલ ઉપર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, તે સેલવાસના એક ગેરેજમાંથી પોલીસે કબજે કરી છે. અને આરોપીને પકડી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું છે.
સુરતના પોલીસ કમીશ્નર તથા અધિક પોલીસ કમિશ્નરએ પોલીસ વાનના કર્મચારીઓ ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરનાર ઇસમને તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ જે અનુસંધાને સુરત પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી આરોપી તથા ગુનામાં વાપરેલ સ્કોર્પીયો કારની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન તેઓને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે માહિતી મળેલ કે આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલ એક મહિંદ્રા કંપનીની કાળા કલરની સ્કોર્પીયો ગાડી જે સેલવાસ ખાતે ગેરેજમાં રિપેર કરવા મુકેલ હોવાની બાતમી મળતા GJ-05 RV-0278 નંબરની સ્કોર્પિયો ગાડી સેલવાસ ખાતેથી કબ્જે કરી હતી. તેમજ સુરત પોલીસને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે બાતમી મળેલ કે આરોપી પોતાના પરીવારને મળવા આવતો હોય અને જે ભેસ્તાન રેલ્વે સ્ટેશનની સામે કાલી પિચ પાસેથી જતો હોય જે બાતમીના આધારે આરોપી યુનુસખાન ઉર્ફે ટેની મુઝફ્ફરખાન પઠાણ (રહે.-પ્લોટ નં.૫૨,૫૩. ગુલશન નગર હુસેનિયા મસ્જીદની સામે ભિંડીબજાર ઉનપાટીયા ભેસ્તાન સુરત.ના)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુધ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 6 ગુન્હાઓ દાખલ થયેલા છે.
આ કામગીરી સિનીયર પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી.ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ગંભીરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ સુનિલભાઇ નાગરભાઇ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ ભેમાભાઇ તથા કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદિશસિંહ તથા કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઇ તથા કોન્સ્ટેબલ વિજયભાઇ નટવરભાઇ તથા કોન્સ્ટેબલ સંદીપ સદાશિવએ કરેલ છે.