મોરબી સંસ્કાર ધામ માટેના જમીનના દાતા અને સમાજના શ્રેષ્ઠી તરીકે સન્માન
પાટીદાર રત્ન અને રાજઋષિ જેવા માનભર્યા શ્રેષ્ઠ કિતાબો ઉપરાંત ઓ.આર.પટેલ થકી શોભાવેલ પદોની નોંધ લઈને સન્માન કરાયું
સૌરાષ્ટ્રના પાટીદારોના સર્વોચ્ચ ટ્રસ્ટ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના વર્ષો સુધી પ્રમુખ પદ શોભાવવા બદલ સન્માન
પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે ઓ.આર.પટેલે વિજાપુરા વિદ્યા સંકુલ શિક્ષણના પ્રમુખ તરીકે એમને સેવાઓ આપી હતી.
શ્રીકડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના પ્રમુખ તરીકે વર્ષો સુધી એમને સેવાઓ આપી હતી.
સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ ભરતનગર અને ટંકારા ના પ્રમુખ તરીકે તેઓ સેવા રત રહ્યા હતા. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના ઉપપ્રમુખ તરીકે તેમજ ફિલ્ડ માર્શલ ઓરપેટ કન્યા છાત્રાલય રાજકોટના ટ્રસ્ટી તરીકે કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન મોરબીના ઉપપ્રમુખ તરીકે સદભાવના ચેરીટેબલ હોસ્પિટલ મોરબીના પ્રમુખ તરીકે એમને અનેક હોદાઓ સંભાળેલ હતા હાથીના પગલાંમાં બધા પ્રાણીઓના પગલા સમાઈ જાય એમ આટલા હોદ્દાઓમાં અન્ય હોદ્દાઓ પણ સમાઇ જાય એમ સમજી અન્ય વધુ હોદ્દાનો ઉલ્લેખ નહીં કરીએ તો સંતોષ માનીશું.ઉમિયા માતાજી સમૃદ્ધિ યોજનામાં જેમને કરોડો રૂપિયાની ધન રાશી અર્પણ કરેલ હતી.એવા ઓ.આર.પટેલ અને અજંતા ઓરેવા અને ઓરપેટ ગ્રુપ એ શબ્દો એકબીજાના પર્યાય ગણાય અજન્તાના ડંકા વિશ્વભરમાં વાગે છે. કહેવાય છે કે સમય બાદશાહ છે પરંતુ ઓ.આર.પટેલ સમયના પણ સમ્રાટ હતા. કૂકડો બોલે એટલે સવાર થાય અને અજંતાના ઉપકરણો સાથે અનેક કુટુંબોનો દિવસ પસાર થાય ઘડિયાળ, કેલ્ક્યુલેટર, ટેલીફોન ઈસ્ત્રી, ઓવન,બ્લેન્ડર ફેન, પાવરસેવર લેમ્પ, ટ્યુબલાઈટ એજ્યુકેશનલ ટોયઝ અને ઈ બાઈક જેવા ઉપકરણોના ઉત્પાદનમાં અજંતા મોખરાનું સ્થાન ધરાવે છે દેશના સૌથી મોટા એક્સપોર્ટના એવોર્ડ મેળવનાર અજંતા ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની ઉપરાંત અજંતા,ઓરપેટ અને ઓરેવાની પ્રોડક્ટ વિશ્વના પૂરા 50 દેશોમાં એક્સપોર્ટ થાય છે એવા ગુજરાતના મુખ્યમંત્રીથી માંડી અદના આદમી સુધી પૂજ્ય ઓ.આર.પટેલને કોણ ન ઓળખે? તો પણ ઓઆર પટેલની એક મુલાકાતમાં પારખી ન શકાય.
હર એક આદમીમેં હોતે હે દસ બીસ આદમી
જીસકો ભી દેખો બારબાર દેખો જિસકો ભી દેખો બારબાર દેખો
આર પટેલ પણ એક નહીં આઠ પહેલના આદમી વિદ્યાર્થી ખેડૂત શિક્ષક સૈનિક ઉદ્યોગપતિ સમાજ સેવક પર્યાવરણ પ્રેમી અને ભામાશા ઉપરોક્ત શબ્દમાં કોઈ પદ કે પદક નથી વિશેષણો છે જાત ઘસીને જીવન ઉજડું કરનાર માટે લોક મૂખેથી આપો આપ પુરસ્કૃત કરતા શબ્દો શરી પડે તે વિશેષણો નોંધ્યા વગરની નોંધ લેવાય તે વિશેષણો પૂજ્ય ઓ.આર. પટેલ સાહેબના વારસાને આગળ વધારતા એમના જયેષ્ઠ પુત્ર પ્રવીણભાઈ પટેલ અને જયસુખભાઈ પટેલે પણ અનેક ઉદ્યોગોની હારમાળા સર્જી છે.
અનેક સેવાકીય પ્રકલ્પોમાં પોતાની પરસેવાની કમાણી વાપરી છે, પોતાનો રળેલો રૂપિયો ગરીબો અને જરુરીયાતમંદોને અર્પણ કરેલ છે.એવા જયસુખભાઈ પટેલ કે જેમનો ધ્યેય મંત્ર છે *માસ પ્રોડક્શન કરો અને ઈકોનોમી પ્રોડક્ટ આપો* એવું જેમનો ઉદ્યોગ મંત્ર છે અને ઓરેવા કંપનીમાં આજે 8,000 થી વધારે કર્મચારીઓ છે એમાં સાડા સાત હજાર બહેનો આજુબાજુના ગામડાઓથી અજંતા ગ્રુપના વાહનોમાં આવે છે જેમાં ક્લાર્કથી માંડી મેનેજર અને બેંકથી લઈ બસ ચલાવવાની જવાબદારીઓ બહેનો નિભાવે છે આ રીતે મહિલાઓને પગભર કરવાનું શ્રેય જયસુખભાઈના ઉદ્યોગ ગૃહને ફાળે જાય છે. ઉપરાંત અજંતા એક્સપોર્ટ બિઝનેસે 1992 થી 2002 સુધી લગાતાર *હાઈએસ્ટ એક્સપોર્ટર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિકસનો તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી બજપાઈના વરદ હસ્તે ભારત સરકારનો એવોર્ડ મેળવેલ અનેક તડકાઓ વચ્ચે પણ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ સતત સમાજને છાયો આપતા રહેલા છે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ તેઓ સમાજ માટે લાખો રૂપિયાનું દાન આપી અને આજે આવી આ સુંદર સ્થાપત્ય નિર્માણમાં એમનું અદકેરું યોગદાન છે એવા જયસુખભાઈ પટેલની સેવાઓને એમના દાનને યાદ કરીને મોરબી વિસ્તારને વરદાન રૂપ આપેલું ઉદ્યોગપતિ, અને પ્રકૃતિ પુષ્પ એવા જયસુખભાઈ સતાયુ ભોગવે,પરપુર જીંદગી માણે અને ઉદ્યોગો દ્વારા અનેકને રોજેરોટી પૂરી પાડતા રહે એવી શુભકામનાઓ અને એમને ફરી ફરી મળવાની ઈચ્છાઓ સાથે કરોડો રૂપિયાની કિંમતી જમીનના દાતા તરિકે સમાજના શ્રેષ્ઠી એમનું મોદક તુલાથી જે વિશિષ્ટ સન્માન કર્યું હતું એને પાટીદાર સમાજે આવકાર્યું છે.વખાણ્યું છે વધાવ્યું છે.