આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવનાર છે ત્યારે મોરબી સીરામીક ઉદ્યોગ દ્વારા પણ બજેટમાં સમાવવા માંગણીઓ કરવામાં આવી છે જેમાં મહત્વની ગેસ તેમજ ટેક્સના ભાવમાં ફાયદો જરૂરી છે.
મોરબી સીરામીક એકમો દ્વારા આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર બજેટમાં સમાવવા માંગણી કરેલી છે જેમાં મોરબીનો સીરામીક ઉદ્યોગ હાલ ચીન ને ટક્કર મારે એ સ્થિતિ માં છે ત્યારે સરકાર દ્વારા જો થોડો સહાયનો ઓક્સિજન આપવામાં આવે તો મોરબીનો સીરામીક ઉદ્યોગ વિશ્વ સ્તરે સફળતાનાં શિખરો સર કરે તેવી તાકાત ધરાવે છે ત્યારે મોરબીની આજના સમયમાં આર્થિક ધરોધર ગણવામાં આવતા સિરામિક ઉધોગકારોએ પણ આગમી બજેટમાં સમાવવા સરકાર પાસે અપીલ કરી છે જેમાં મોરબી સીરામીક એશો.ના પ્રમુખ નિલેશ જેતપરિયાએ મોરબી મિરર સાથે કરેલી વાતચિતમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દર વર્ષમાં વિશ્વના નંબર વન ક્લસ્ટર તરફ બનવા સીરામીક ઉદ્યોગ જઇ રહ્યો છે ત્યારે વૈશ્વિક માર્કેટમાં લઈ જવા માટે જે પ્રમોશન કાઉન્સીલ છે તે કેપેકસીલ હેઠળ સીરામીક ઉધોગ આવી રહ્યો છે ત્યારે સરકાર પાસે સીરામીક ઉદ્યોગ માટે અલાયદું પ્રમોશન કાઉન્સીલ આપવામાં આવે જેથી મોરબી સીરામીક ઉદ્યોગ ને વૈશ્વિક માર્કેટમાં લઈ જઈ શકીએ સાથે જ મોરબીના દેશ વિદેશમાંથી લોકો આવે છે ત્યારે મોરબીના રોડ રસ્તાઓની ઇમેજ લઈને મોરબીની ખરાબ છબી સાથે બહારના વેપારીઓ લઈને જાય છે જે પણ સારા કરવામાં આવે તો બીજી બાજુબાજુ GTS માં પણ ફાયદો આપવામા આવે અને ગેસના ભાવમાં પણ ઑપશનલ રીતે ફાયદો આપવામાં આવે તેવી માંગ સીરામીક એશો.દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબી સીરામીક ઉદ્યોગકારો દ્વારા પણ આગામી બજેટમાં મોરબીના અમુક મુદાઓ સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં મોરબીના યુવા સીરામીક ઉદ્યોગકાર કલ્પેશ મકાસણાંએ જણાવ્યું છે કે મોરબી સીરામીક ઉદ્યોગને ટેક્સમાં રાહત આપવામાં આવે જેને લીધે ડોમેસ્ટિક અને એક્સપોર્ટમાં ફાયદો થાય તેમ છે અને રોકડના ભાવ ટેક્સમાં વધેલા છે જેમાં ફાયદો આપવામાં આવે એ જરૂરી છે સાથે જ ગેસમાં ભાવ ઘટાડવા અને AMEI સ્કીમ છે તેમાં સરકાર દ્વારા સીરામીક એકમોને ફાયદો આપવામાં આવે તો મોરબી સીરામીક ઉદ્યોગ ચાઈનાં સાથે ટક્કર આપી શકે તેમ છે.
ગઇકાલે થયેલા અચાનક ગેસમાં ભાવ વધારથી મોરબી સીરામીક ઉદ્યોગ મુશ્કેલીમાં સપડાયો મોરબી ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં ગઈકાલે અચાનક જ 5.30 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જે આગામી 1 ફેબ્રુઆરી 2021થી લાગુ કરવામાં આવનાર છે ત્યારે દોઢ માસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવતા મોરબી સીરામીક ઉદ્યોગ પર આફત આવી પડી છે જેમાં હાલ 29.34 રૂપિયા ગેસનો ભાવ હતો એ હવે પછી નવો ભાવ 34.64 રૂપિયા થયો છે જેના લીધે સીરામીક ઉધોગ પર રોજનો 3.95 કરોડનો બોજો વધ્યો છે સાથે જ ગેસના ભાવ વધારાને પગલે ઇન્ટરનેશનલ માર્કેટના મોટો ફટકો પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે મોરબીના વોલ ટાઇલ્સના યુનિટ મંદીનો માર સહન કરી રહ્યા છે અને તેના પર ગેસમાં ભાવ વધારો થતાં વોલ ટાઇલ્સના યુનિટો મહા મુસીબતમાં સપડાઈ ચુક્યા છે ત્યારે મોરબી સીરામીક એશો.પ્રમુખ નિલેશ જેતપરિયા ના જણાવ્યા અનુસાર જો આ ગેસના ભાવ વધારાની જાણ વહેલા કરવામાં આવે તો સીરામીક ઉધોગ થોડું વિચારી શકે અને આર્થિક નુકશાન પણ ઓછું થાય જો કે આ અચાનક ભાવ વધારાના કારણે ઉધોગકારો જુના ભાવ મુજબ લીધેલ ઓર્ડરમાં નુકશાની આવી શકે તેમ છે.ત્યારે આ ભાવ વધારામાં યોગ્ય રીતે રસ્તો કરી થોડો ફાયદો આપવા સરકાર પાસે મોરબી સીરામીક એશો.દ્વારા માંગ કરવામાં આવી છે.