રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે વિજય મુકેશભાઈ સોલંકી નામનાં વ્યક્તિને માર મારી હત્યાના બનાવને અક્સ્માતના બનાવમાં ખપાવવા પ્રયાસ કરનાર આરોપીને આજીડેમ પોલીસે પકડી હત્યાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી….
મળતી માહિતી અનુસાર, ગઇ તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ સવારના પાંચ વાગ્યાની આસપાસ કોઠારીયા રોડ, રણુજા મંદીર પાસે ૪૫ વર્ષીય વિજય મુકેશભાઈ સોલંકી રહે.લાપાસરી રોડ, રણુજા મંદીર પાસે, રાજકોટ વાળાને હાથના ભાગે તથા શરીરે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હોય જેને ૧૦૮ મારફતે સિવીલ હોસ્પીટલ સારવાર અર્થે દાખલ કરાતા ચાલું સારવાર દરમિયાન તા.૧૨/૧૧/૨૦૨૪ ના કલાક ૦૨/૪૫ વાગ્યે ફરજ પરના ડૉ. એ મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. જે અંગે આજીડેમ પોલીસ સ્ટેશનના અ.મોત નં.૧૬૮/૨૦૨૪ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અજાણતા મોત રજીસ્ટર કરી મરણજનારનું પી.એમ. કરાવી મૃતકના સગા-સંબંધીઓનો સંપર્ક કરતા મરણજનારનો પુત્ર પિયુષભાઇ વિજયભાઇ ઉર્ફે વિભો સમજુભાઇ સોલંકી રહે. નાડોદાનગર શેરી નં.૨૦ મુકતાબેન કોળીની ઓરડીમા કોઠારીયા રોડ હુડકો પાસે રાજકોટ મુળ ગામ ઢોરવા ગામ તા.ભેસાણ જી.જુનાગઢ વાળાનો સંપર્ક થઈ જતા તેને સિવીલ હોસ્પીટલ પી.એમ. રૂમ ખાતે બોલાવી લાશનો કબ્જો સોંપી આપ્યો હતો. જે અંગે પુછપરછ કરતા પોતાના પિતા છેલ્લા ચાર-પાંચ વર્ષથી રણુજા મંદીર સામે, લાપાસરી રોડ, મફતીયા પરામાં રહેતા હોવાનું જણાવ્યું હતું. જે બનાવ શંકાસ્પદ જણાતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.જાડેજા, સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી.રાણાની ટીમના માણસોની અલગ-અલગ ટીમો બનાવી મરણજનાર જ્યાં ઈજાગ્રસ્ત હાલતમાં પડયા હતા. તેની નજીકના સી.સી.ટી.વી. કેમેરાઓ તથા મરણજનાર જ્યાં રહેતા હોય તે જગ્યાની તપાસ કરતા હ્યુમન સોર્સ મારફતે સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. હારૂનભાઈ ચાનીયા તથા રવિભાઈ વાંકને ચોક્કસ માહીતી મળી કે, ગઈ તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ મોડી રાત્રીના સમયે મરણજનાર જ્યાં રહેતા હોય ત્યાં વિક્રમ ઉર્ફે ગડાના ઘર પાસે પેશાબ કરવા બાબતે વિક્રમ ઉર્ફે ગડાના પુત્ર રવી તથા તેની સાથેના માણસ સાથે બોલાચાલી ઝઘડો થતા મરણજનારને લાકડી વતી માર મારી મરણજનારને કોઈ કારણોસર ઈજા થયેલ હોવાનું જણાવી રીક્ષામાં હોસ્પીટલ મોકલી દીધાનું ચોક્કસ બાતમી મળતા મરણજનારના પુત્ર પિયુષભાઈ વિજયભાઈ સોલંકી ની ફરીયાદ પરથી આજીડેમ પોલીસ સ્ટેશનના ગુ.૨.નં.૧૧૨૦૮૦૦૨૨૪૧૦૧૩/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૧૦૩(૧),૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હો દાખલ કરાયો હતો. જે સમગ્ર ઘટના અંગે ઉપરી અધિકારીઓને માહિતગાર કરી તેઓનું માર્ગદર્શન લેવામાં આવતાપોલીસ કમિશ્નર બ્રજેશકુમારઝા, સંયુકત પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર પાર્થરાજસિંહ ગોહીલ સાહેબ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવ (પુર્વ વિભાગ)ના માર્ગદર્શન તેમજ સૂચના મુજબ આજીડેમ પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી જાડેજા mની રાહબારીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી.રાણા તથા સર્વેલન્સ સ્કોડની ટીમના માણસો અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને શોધખોળ કરવા અંગેની કાર્યવાહી કરતા હતા તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. હારૂનભાઈ ચાનીયા તથા રવિભાઈ વાંકને મળેલ ચોક્ક્સ હકીકત આધારે આરોપી રવીભાઈ વિક્રમભાઈ ઉર્ફે ગડો કાલિયા અને વિજયભાઈ ભૂપતભાઈ ચાવડાને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી..તેમજ આરોપીઓની પુછપરછ કરતા મરણજનાર વિજય મુકેશભાઈ સોલંકી આરોપી રવીના ઘર પાસે પેશાબ કરતો હોય જેથી તેને પેશાબ કરવાની ના પાડતા બોલાચાલી થતા આરોપી રવી તથા તેની સાથેના વિજય ચાવડા એ મરણજનાર ને લાકડી વતી શરીરે માર મારી ત્યાંથી કોઈની રીક્ષામાં બેસાડી રીક્ષા ચાલકને મરણજનાર ને પડી જવાથી ઈજા થઈ છે તેમ કહી હોસ્પીટલ લઈ જવાનું કહી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો.