મોરબી શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં લાઈટ માઇક્રો ફાઇનાન્સ પ્રા.લી. નામની ઓફીસમાંથી ગઇ તા.૧૫/૧૧/૨૦૨૪ ના રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસ કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ઓફીસના શટ્ટરની ચાવી તથા લોકરની ચાવી બનાવી ઘર ફોડ ચોરીને અંજામ આપ્યો છે. જેને લઇને મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી મોરબી નવલખી રોડ રેલ્વે સ્ટેશન પાસે ભોજાબાપાના પુતળા પાસેથી બે ઇસમોને પકડી તેની પૂછપરછ કરી અન્ય બે ઈસમો મળી કુલ ચાર આરોપીને રોકડ રૂ. ૭,૦૧,૫૦૦ ની રોકડ રકમ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં લાઈટ માઇક્રો ફાઇનાન્સ પ્રા.લી. નામની ઓફીસમાંથી ગઇ તા.૧૫/૧૧/૨૦૨૪ ના રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસ કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ઓફીસના શટ્ટરની ચાવી તથા લોકરની ચાવી બનાવી, કોઇ માસ્ટર કી થી શટ્ટરના તાળા ખોલી ઓફીસમાં ગેર કાયદેસર રીતે પ્રવેશી તીજોરી ખોલી તેમાં રાખેલ રોકડા રૂપીયા ૭,૦૧,૫૦૦/- ની ચોરી કરી ગયાની ફરિયાદ જીતેંદ્રસિંહ રાજેંદ્રસિંહ જાડેજા રહે. મોરબી વાળાએ ગઇ તા.૧૯/૧૧/૨૦૨૪ ના કલાક ૦૬/૪૦ વાગ્યે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો હતો. જે ગુન્હા અંગે અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા દ્વારા મોરબી જીલ્લામાં બનતા મીલકત સબંધી ગુના અટકાવવા માટે તેમજ ચોરી કરનાર ઇસમોને તાત્કાલિક પકડી ગુનો ડીટેકટ કરવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ને જરૂરી સુચના આપતા જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના સુચના મુજબ એલ.સી.બી. મોરબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ.ભોચીયા, પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન.પરમાર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો મીલકત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશિલ હતા. જેમાં એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવી હતી. જે ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા માટે આજરોજ તા.૨૦/૧૧/૨૦૨૪ ના રોજ ટેક્નીકલ તેમજ હયુમન ઇન્ટેલીજન્સના માધ્યમથી બાતમી મળી કે, આ ગુનો આચરેલ વ્યક્તીઓ એક હોન્ડા કંપનીનુ સાઇન મોટર સાયકલ લઇ ડબલ સવારી આવી મોટર સાઈકલ ચાલકે માથે કાળા કલરની ટોપી તથા મોઢે રૂમાલ બાંધેલ છે. તેમજ પાછળ બેસેલ ઇસમે પોતાનુ મોઢુ અને માથુ કાળા કલરના કપડાથી ઢાકેલ છે જેમણે ગુનાને અંજામ આપ્યો છે. તેવી બાતમીના આધારે ઇસમોની વોચ ગોઠવી
મોરબી નવલખી રોડ રેલ્વે સ્ટેશન પાસે ભોજાબાપાના પુતળા પાસે એક ટીમ કાર્યરત હતી તે દરમિયાન એક મોટર સાઈકલ ઉપર આવા જ વર્ણન વાળા બે ઇસમો નિકળતા તેઓને રોકી ચેક કરતા તેઓ બન્ને મળી આવ્યા હતા. સી.સી.ટી.વી ફૂટેજના વર્ણન મુજબ અંગ ઝડતી કરતા તેઓની પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા, મોબાઇલ ફોન તેમજ ચોરી કરવામાં ઉપયોગ કરેલ ચાવીઓ નંગ-પ સાથે મળી આવતા તેઓ બન્નેની ગુના સબંધીત ઉંડાણપુર્વક પુછપરછ કરતા ચોરીને તેઓએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળી અંજામ આપેલાની હકીકત જણાવી હતી. તેમજ બન્ને મિત્રો હાલે મોરબી રેલ્વે સ્ટેશન સામે રોડ ઉપર ઉભેલ હોવાની હકીકત જણાવતા ત્યા જઇ તપાસ કરતા બીજા બે ઇસમો મળી આવ્યા હતા. જેઓની પાસેથી રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન મળી આવતા મજકૂર ચારેય આરોપીઓ મયુરભાઈ ઈશ્વરભાઈ કોટવાલ, વરુણભાઈ મનસુખભાઈ ડોડીયા,જયભાઈ ઉર્ફે શનિ પ્રવીણભાઈ સોલંકી અને અભિષેકભાઈ કિશોરભાઈ દેવમુરારી નામનાં ચાર ઇસમોને રોકડ રૂ. ૭,૦૧,૫૦૦, મોબાઇલ ફોન નં. ૪ કિંમત રૂ. ૬૦,૦૦૦ અને હોન્ડા સાઈન કિંમત રૂ. ૪૦,૦૦૦ મળી કુલ ૮,૦૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી મોરબી શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સ પેઢીની ઓફીસમાં થયેલ રોકડા રૂ.૭,૦૧,૫૦૦/- ની ઘરફોડચોરીનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડી ઘરફોડચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી અને મુદામાલ આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.
જેમાં એલસીબી પીઆઈ એમ.પી.પંડયા, PSI કે.એચ.ભોચીયા,વી.એન.પરમાર તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો કામગીરી કરવામાં આવ્યા હતા.