સવંત ૨૦૮૧ ને કારતક વદ નોમ રવિવાર તા.૨૪મી નવેમ્બર થી કારતક વદ અમાસને શનિવાર તા.૩૦મી નવેમ્બર સુધી મોરબી એવન્યુ પાર્ક ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન.
મોરબીના બહુચર આનંદ ગરબા મંડળ દ્વારા વર્ષના મહત્વના ધાર્મિક કાર્યક્રમ તરીકે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આયોજન પિતૃઓના મોક્ષાર્થે તથા ગૌશાળાના લાભાર્થે સાત દિવસીય જ્ઞાનયજ્ઞ મહાયજ્ઞનું આયોજન વિશેષ પ્રાર્થના સાથે કરવામાં આવી રહ્યું છે. આ કથાના મુખ્ય યજમાન પદે મનોરથી વલ્લભભાઈ હરખાભાઈ બારૈયા તેમજ તેમનો પરિવાર રહેશે. શ્રીમદ્દ ભાગવત કથાના વ્યાસાસને વક્તા શાસ્ત્રીજી શ્રી કિશોરઅદા પાઠક બિરાજી પોતાની આગવી શૈલીમાં ભક્તોને આધ્યાત્મિક કથાનું અમૃત રસપાન કરાવશે.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આવતા પાવન પ્રસંગોમાં પ્રથમ દિવસે તા.૨૪/૧૧ના રોજ સવારે ૮ વાગ્યે પોથીયાત્રા વિશ્વકર્મા સોસાયટી, વિશ્વેશ્વર મહાદેવ મંદિરથી વાજતે ગાજતે નીકળી કથા મંડપ સુધી પહોંચશે, આ સાથે દેહશુદ્ધિ, ગણપતિ પૂજન તથા ભાગવત મહાત્મય, તા.૨૫/૧૧ના કપીલમુની જન્મ, તા.૨૬/૧૧ના નૃસિંહ પ્રાગટય, તા.૨૭/૧૧ના કથાના ચોથે દિવસે ભગવાન વામન જન્મ, બપોરે ૧૨ કલાકે રામજન્મ, સાંજે ૫ કલાકે કૃષ્ણ જન્મ-(નંદ મહોત્સવ), તા.૨૮/૧૧ ના રોજ પાંચમે દિવસે સાંજે ૫ કલાકે ગોવર્ધન પૂજા, તા.૨૯/૧૧ના છઠ્ઠા દિવસે સાંજે ૫ કલાકે રુક્મિણી વિવાહ, તા.૩૦/૧૧ના રોજ કથામાં સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષના પ્રસંગ બાદ કથા પુર્ણાહુતી યોજાશે.
આ ભાગવત કથા સવંત ૨૦૮૧ ને કારતક વદ નોમ રવિવાર તા.૨૪મી નવેમ્બરથી આરંભ થશે અને કારતક વદ અમાસને શનિવાર તા.૩૦મી નવેમ્બરે ભાગવત કથા વિરામ લેશે. ભાગવત કથાનો સમય દરરોજ સવારે ૮ વાગ્યાથી બપોરે ૧૨ સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
કથાનું આયોજન મોરબી એવન્યૂ પાર્ક, ગરબી ચોક ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં ભાવિક ભક્તો આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઇને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી શકે છે. ત્યારે ભાગવત કથાના મુખ્ય યજમાન મનોરથી વલ્લભભાઈ હરખાભાઈ બારૈયા તથા બહુચર આનંદ ગરબા મંડળના પ્રમુખ પૂર્વીબેન નરેન્દ્રભાઈ મહેતા તરફથી સર્વ ધર્મપ્રેમી જનતાને આ ભાગવત કથાનું શ્રવણ કરવા તેમજ આ મહાયજ્ઞમાં સાથ સહકાર સાથે જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી અને સંપર્ક માટે ૭૨૮૪૦ ૦૦૫૩૮ અને ૯૦૯૯૩ ૨૫૩૮૭પર સંપર્ક કરી શકો છો તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.