મોરબીમાં ગઈકાલ તા.૨૧/૧૧ના રોજ અપમૃત્યુના ચાર બનાવોમાં ૭૦ વર્ષીય વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓનાના મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે, જેમાં મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ તથા વાંકાનેર સીટીમાં એક સહિત ચાર અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવની મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ધરમજીભાઈ વિરજીભાઈ દારા ઉવ.૭૦ ગઈકાલે તા.૨૧/૧૧ના રોજ કોઈ બીમારી સબબ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં આવ્યા હતા જ્યાં ધરમજીભાઈનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર હોમડેકોર સેનેટરી કોમલેક્સના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી પ્રશાંતકુમાર રતનલાલ યાદવ ઉવ.૨૭ એ કોઇ કારણસર પોતાના કારખાનાની ઓરડીમા પોતાની મેળે ગળેફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના સગાસંબંધી તેનો મૃતદેહ પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યારે હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, પોલીસે અકાળે મરયુના બનાવની અ. મોતની નોંધ કરી આગળની કાયદેસરની કામગીરી હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પવિત્ર હોટલમાં કામ કરતા કર્મચારી હીમાંશુભાઈ વાસસનતભાઈ રાજપરા ઉવ.૨૪ રહે.ખેવારીયા જી.મોરબીવાળાએ કોઈ કારણોસર પવિત્ર હોટલ બાયપાસ પાસે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ લેતા તેમના પરિવારજનો મૃતકની લાશ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, ત્યારે ફરજ પર હાજર ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરી હતી, મૃત્યુના બનાવ અંગે પોલીસે ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી અ.મોત રજીસ્ટર કરી છે. આવ્યું છે.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવમાં વાંકાનેરના વઘાસિયા ગામ નજીક આવેલ ક્યુટોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વતની જયંત યુધીષ્ઠીરરાય ઉવ.૪૧ ગઈકાલ તા.૨૧/૧૧ના રોજ પોતાની રૂમમાં કોઈ કારણોસર મરણ ગયાનું સામે આવ્યું હતું, ત્યારે મૃતક વિશે વિક્રમભાઈ સુરેશભાઈ વર્મા દ્વારા પોલીસને પ્રાથમિક વિગતો આપી હતી. જે આધારે હાલ પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ શરૂ કરી છે.