મોરબી તાલુકાના હરીપર ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકને હરીપર ગામની સીમમાં અજાણ્યા ઈસમે ચાકુના ત્રણ જેટલા ઘા મારી ઘાતકી હત્યા નીપજાવી હોવાનો બનાવ સામે આવ્યો છે.જે મામલે હાલ લેબર કોન્ટ્રાકટર એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને મોરબી તાલુકા પોલીસે પણ વિવિધ ટીમો કામે લગાડી અજાણ્યા હત્યારાને શોધવા કવાયત હાથ ધરી છે.
મોરબી તાલુકાના હરીપર ગામની સીમમાં શ્રમિકને પેટ , છાતી અને પડખા ના ભાગે ચાકુના ત્રણ જેટલા ઘા મારી હત્યા નિપજાવી છે.મોરબીના હરીપર ગામે આવેલ આઇકોલ્લેક્ષ સિરામિક માં કામ કરતા શ્રમિક ધર્મેન્દ્રસિંગ લક્ષ્મણસિંગ (ઉ.૩૨,રહે.મસેલ્યા ગામ,તા. કિરાવલી,જી.આગ્રા, ઉતર પ્રદેશ,હાલ રહે.આઈકોલેક્ષ સિરામિક લેબર ક્વાર્ટર,હરીપર,તા.મોરબી) રાત્રે કોઈ કામ અર્થે ફેકટરીની બહાર ગયો હોય તે દરમિયાન ફેકટરી થી થોડે દૂર તેને કોઈને છરીના ઘા મારતાં છે લોહી થી લથપથ હાલતમાં પડ્યો છે તેવી જાણ કેન્ટિન સંચાલક ને થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં મૃતક યુવક જે થોડો ભાનમાં હતો તેને જણાવ્યું કે મને કોઈ અજાણ્યા માણસો ચાકુ ના ઘા માર્યા છે મને પાણી આપો આટલું બોલી તે બેશુદ્ધ થઈ ગયો હતો જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં.આવ્યો હતો આ સાથે જ મોરબી તાલુકા પોલીસની એક ટીમ.ઘટનાસ્થળે પહોંચી હતી અને એક ટીમ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે પહોંચી હતી અને મૃતદેહના પીએમ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.મૃતક ધર્મેન્દ્રસિંગ છે તે ઓમપ્રકાશ બનજારા નામના વ્યક્તિના કોન્ટ્રાક્ટ માં કામ કરતો હતો જે હાલ વતનમાં હોય જેથી લેબર કોન્ટ્રાક્ટરના ભાઈ જે પોતે પણ અન્ય જગ્યાએ લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે તે કરનસિંહ પ્રથવીસિંહ નાયક બનજારાએ અજાણ્યા ઇસમ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ ને આધારે મોરબી તાલુકા પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આ અજાણ્યાં હત્યારાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.