આંદોલન સમયે યોજાયેલ સભામાં કોંગ્રેસ આગેવાન મનોજ પનારાએ નિવેદન આપ્યું હતું કે “કલેકટર ધારાસભ્ય અને પોલીસે વીજકંપની પાસેથી પૈસા ખાધા છે”:ત્યારે આ નિવેદનને વખોડી કાઢી વિવિધ ગામના સરપંચોએ વિરોધ વ્યક્ત કર્યો છે
ગઈ કાલે તા. ૨૨ના રોજ માળીયા મીયાણાના ખાખરેચી ગામે કોંગ્રેસની આગેવાનીમાં યોજાયેલ ખેડૂત આંદોલનમાં મનોજ પનારાએ આપેલ નિવેદન મામલે સરપંચો અને આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આગેવાન મનોજ પનારાએ મોરબીનાં કલેકટર અને ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. કલેકટર અને ધારાસભ્યએ વીજ કંપની પાસેથી પૈસા ખાઈ લીધા હોવાનું નિવેદન આપ્યું હતું. જેથી ખાખરેચી સહિતના ગામના સરપંચ રોષ વ્યક્ત કરી મનોજ પનારાના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.
માળીયા મીયાણા ના ખાખરેચી ગામે કોંગ્રેસના આગેવાનીમાં ખેડૂત આંદોલન યોજવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાન મનોજ પનારાના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના આગેવાને કલેકટર અને ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. અને કલેકટર અને ધારાસભ્યએ વીજ કંપની પાસેથી પૈસા ખાઈ લીધાનું નિવેદન આપ્યું હતું. જે નિવેદનનો ખાખરેચી સહિતના આજુ બાજુના ગામના સરપંચો દ્વારા વિરોધ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વીજ કંપની સાથે વળતરની લડાઈમાં ધારાસભ્ય કાંતિભાઈ સતત સહકાર આપી રહ્યા છે અને જે વળતર ૭૦ હજાર હતું તે સાત લાખ થયું છે ને હજુ પણ વીજ તાર ના વળતર માટે જે લડાઈ ચાલુ છે તે ચાલુ જ રહેશે અને તેમાં પણ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહકાર આપશે જેથી મનોજ પનારાનું આ નિવેદનને ખેડૂતો અને સરપંચોએ વખોડી કાઢયું હતું. માળીયા મિયાણા તાલુકાના વેણાસર, વેજલપર,કુંભારીયા, જૂના ઘાંટિલા ગામના સરપંચ, ખાખરેચી જૂથ મંડળીના પ્રમુખએ વિડિયો વાયરલ કરી જવાબ આપ્યો છે અને સાથે જણાવ્યું છે કે ખેડૂત આંદોલનમાં ખેડૂતોની વાત કરવાને બદલે કૉંગ્રેસના મનોજ પનારા દ્વારા પોતાનો પક્ષ મજબૂત થાય તેવી વાત કરવામાં આવી છે.આમ કોંગ્રેસની આગેવાનીમાં કરવામાં આવેલ ખેડૂત આંદોલનમાં હવે કોંગ્રેસ ના આગેવાન મનોજ પનારા નો જ વિરોધ થઈ રહ્યો છે.