બેફિકરાઈપૂર્વક ચલાવવામાં આવેલી લકઝરી બસના ચાલકે સર્જેલા અકસ્માતમાં ૧૭ વર્ષીય યુવકનું મોત
હળવદ-ધ્રાંગધ્રા હાઇવે ઉપર સુખપર ગામની નજીક લકઝરી બસે પાછળથી મોટરસાઇકલને હડફેટે લેતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૧૭ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી લક્ઝરી બસ ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર બનાવ અંગે ઇજાગ્રસ્ત મોટર સાયકલ ચાલકની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી બસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના સુખપર ગામે રહેતા
રવિરાજસિંહ ઘેલાભાઈ લિંબોલા ઉવ.૨૦ એ હળવદ પોલીસ મથકમાં આરોપી લક્ઝરી બસ રજી.નં. એઆર-૦૧-ટી-૨૩૬૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ૨૩/૧૧ના રોજ સવારે ૮.૩૦ વાગ્યે હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર રાવીરાજસિંહ સહિત ત્રણ વ્યક્તિ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એડી-૯૧૮૩ લઈને જતા હોય ત્યારે સુખપર ગામની નજીક પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક તથા બેદરકારી પુર્વક ચાલાવી આવી રાવીરાજસિંહના મોટર સાયકલ સાથે પાછળના ભાગે ભટકાડતા રવીરાજસિંહને કપાળે ચાર ટાંકા તથા હાથે પગે સામાન્ય મુંઢ છોલાયેલની ઇજા તથા સાહેદ અનિલ ઉવ-૧૮ વાળાને સાથળે ગુપ્તભાગે કમરે ગંભીર ઇજા થઈ હતી જ્યારે નિલેશભાઇ દાજીભાઇ રાઠોડ ઉવ-૧૭ વાળાને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી આ લકઝરી બસનો ચાલક તેની બસ મુકી સ્થળ ઉપરથી ભાગી ગયો હોય જે ફરિયાદના આધારે હળવદ પોલીસે ખાનગી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.