જો ધારાસભ્યએ રૂપિયા ન લીધા હોય તો વીજપોલના ૧૫ લાખ અને વીજતારના સાત લાખ અપાવે:કોંગ્રેસ આગેવાન મનોજ પનારા
માળીયા મીયાણા ના ખાખરેચી ગામે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂત આંદોલન યોજાયુ હતું જેમાં કોંગી આગેવાન મનોજ પનારા દ્વારા ધારાસભ્ય પર ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરતું નિવેદન આપવામાં આવેલ હતું જેને પગલે ગઈકાલે વિવિધ ગામના સરપંચોએ વિડિયો જાહેર કરી વિરોધ નોંધાવ્યો હતો જે મામલે હવે કોંગ્રેસ આગેવાન મનોજ પનારા પણ પ્રતિક્રિયા આપી છે.
મોરબી મીરર સાથે ની વતચિતમાં તેઓએ જણાવ્યું છે જો ધારાસભ્યએ પૈસા નથી લીધા તો એક વર્ષથી શા માટે બીજેપીની લોકલ ટીમ અને ધારાસભ્ય શા માટે કંપની તરફી સ્ટેન્ડ લે છે?સાત લાખ અત્યારે અપાવ્યા તો પહેલા પણ અપાવવા હતા.ચાર વર્ષ પહેલાં બીજી કંપની ની વીજ લાઈન નીકળી ત્યારે વળતર રૂપે ખેડૂતોને વીજપોલ દીઠ ૭ લાખ આવ્યા હતા તો હવે સમય જતાં મોંઘવારી પ્રમાણે ૧૦ લાખ મળવા જોઈએ.જેને બદલે ૭૦ હજાર થી શરૂ કરીને હવે ૭ લાખ અપાવ્યા છે.અને જેના ખેતરમાંથી તાર નીકળે છે તેને માત્ર ૩૦ હજાર અને ૫૦ હજાર આપે છે સાત સાત વખત સીએમ ને મળો છો સરકાર ઉપરથી નીચે તમારી છે ખેડૂતો પણ આપણા છે મત વિસ્તાર ધારાસભ્યનો છે તો શા માટે હજુ નિર્ણય નથી આવતો?તો શું જાણી જોઈને ડબલ ગેમ રમવામાં આવે છે?ચોર ને કયે ચોરી કરજે ઘરધણી ને કયે જાગતો રહેજે?એવું ધારાસભ્ય કરે છે?વિપક્ષ તરીકે અમારો ધર્મ છે પ્રજાના કામ ન થતાં હોય અને સતાધારી પક્ષ કંપની તરફ હોય તો અમારે અવાજ ઉઠાવવો અમારું કામ છે.આજે પણ કહું છું કે ધારાસભ્ય આજે કલેકટર ના ખીચામાં કંપનીએ પૈસા નાખી દીધા છે એટલે જ કંપની તરફ નિર્ણયો લેવાઈ રહ્યા છે.નહિતર કોંગ્રેસની તો માંગ છે કે એક એક વીજ પોલ દીઠ ખેડૂતોને ૧૫-૧૫ લાખ રૂપિયા અપાવે અને વાયર આવે તે ખેડૂતોને ૭ લાખ અપાવે ધારાસભ્ય જો તેઓએ પૈસા નો લીધા હોય તો નહિતર એવું સ્પષ્ટ માનવામાં આવશે કે ધારાસભ્યએ કંપની સાથે અંડર ટેબલ સેટિંગ કરી લીધું છે અને ખેડૂતોને ધારાસભ્ય ગુમરાહ કરે છે.અમાં સરકાર કે ધારાસભ્ય ને પોતાના ખિસ્સા માંથી રૂપિયા નથી આપવાના.અમારી પાસે માહિતી મુજબ ૩૯ હજાર કરોડનું આ ટેન્ડર છે એમાંથી કંપની એ આપવાના છે અને સ્પષ્ટ વાત છે કે ધારાસભ્ય એ રૂપિયા ન લીધા હોય તો વીજપોલ દીઠ ૧૫ લાખ અને વાયર આવે છે તે ખેડૂતને ૭ લાખ અપાવે જો ન અપાવે તો એ સાબિત થાય કે ધારાસભ્ય એ ખિસ્સા ભરી લીધા છે.
કોંગ્રેસ અને ભાજપમાં આ જ ફરક છે,જ્યારે ભાજપ ના લોકો લીડરશિપ લઇને સાત મહિનાથી ખેડૂત આંદોલનની આગેવાની કરતા હતા ત્યારે કોંગ્રેસ વિચારધારા ના લોકો અને આગેવાનો આ કાર્યમાં સાથ સહકાર આપતા હતા ત્યારે સાત મહિના ની લડત પછી માંડ સાત લાખ રૂપિયા ની વળતર આપવા કંપની તૈયાર થાય છે અને સામે વાયર માટે જે ખેડૂતોને રૂપિયા મળવા જોઈએ તેની સામે સાવ ઓછા રૂપિયા આપવામાં આવે છે એટલા માટે કોંગ્રેસ એ આંદોલન કર્યું જેના ભાગરૂપે અમે ખેડૂતોને મળવા ગયા હતા ત્યારે આનો અર્થ એ નીકળે કે કોંગ્રેસ મેદાન માં આવી એટલે ધારાસભ્ય અને લોકલ બીજેપી લીડર ના પેટ માં ચૂકા આવ્યા!,જો ખેડૂતના એટલા બધા હિતેચ્છુ હોય તો મિટિંગમાં આવવું જોઈએ ને શા માટે મોઢા સંતાડતા હતા? વધુમાં મનોજ પનારા એ જણાવ્યું હતું કે મારા નિવેદન થી કોઈ સમર્થન માં હોય કે કોઈ વિરોધ માં હોય પરંતુ મારો સ્પષ્ટ આક્ષેપ છે જો ધારાસભ્ય એ પૈસા ન લીધા હોય તો વીજપોલ દીઠ ૧૫ લાખ ને તાર વાળાને ૭ લાખ આપે.નહિતર એ સાબિત થાય કે ધારાસભ્ય કંપની તરફ શા માટે ઝૂકે છે?કંપની મત આપે છે કે ખેડૂતો મત આપે છે?જો ખેડૂતો મત આપે છે અને તેમના મત થી ધારાસભ્ય જીતે છે તો તેઓએ ખેડૂતો તરફી રહેવું જોઈએ.