Monday, November 25, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના વિરપર ગામે દેશી દારૂની ધમધમતી ત્રણ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાયી

વાંકાનેર તાલુકાના વિરપર ગામે દેશી દારૂની ધમધમતી ત્રણ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાયી

પોલીસની ત્રણ રેઇડમાં ખરાબાની જમીનમાં તથા બે રહેણાંક મકાને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ત્રણ આરોપી ઝબ્બે

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દેશી દારૂ બનાવવાની હાટડીઓ માંડી બેઠેલા ઈસમો ઉપર તવાઈ બોલાવી હતી, જેમાં વાંકાનેર તાલુકાના વિરપર ગામે ત્રણ અલગ અલગ સ્થળોએ રેઇડ કરી દેશી દારૂ ગાળવાની ત્રણ ચાલુ ભઠ્ઠી પકડી લેવામાં આવી છે, જેમાં વિરપર ગામની સીમમાં ખરાબાની જમીન ઉપર તથા બે અલગ અલગ રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ, આ સાથે પોલીસે ત્રણેય રેઇડ દરમિયાન કુલ ગરમ આથો ૧૩૦ લીટર, ઠંડો આથો ૪,૦૦૦ લીટર તથા દેશી દારૂ ૮૫ લીટર તથા દારૂ બનાવવાની સાધન સામગ્રી સાથે ત્રણ દેશી દારૂની ભઠ્ઠીના સંચાલક આરોપીઓની અટક કરવામાં આવી છે.

પ્રથમ રેઇડમાં વાંકાનેર તાલુકાના વિરપર ગામની ધોરી તલાવડી તરીકે ઓળખાતી સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી સ્થળ ઉપરથી ૫૦ લીટર ગરમ આથો, ૧,૬૦૦ લીટર ઠંડો આથો તેમજ ૪૦ લીટર ગરમ-ઠંડો દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહિત ૫૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી હીતેશભાઇ કરશનભાઇ ડાંગરોચા ઉવ.૨૧ રહે.વીરપર તા.વાંકાનેરવાળાની અટક કરી છે, તેવી જ રીતે બીજા દરોડામાં વિરપર ગામે આરોપી ભાવેશ દેકાવાડિયાએ પોતાના રહેણાંકમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી શરૂ કરી હોય ત્યારે પોલીસે ત્યાં રેઇડ કરી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ગરમ આથો ૨૦ લીટર, ઠંડો આથો ૪૦૦ લીટર તથા ગરમ અને ઠંડો પીવાનો દેશી દારૂ ૧૦ લીટર તેમજ અન્ય સાધન સામગ્રી સહિત કુલ રૂ.૧૪,૦૫૦/- સાથે આરોપી ભાવેશભાઈ પ્રેમજીભાઇ દેકાવાડીયા ઉવ.૩૧ રહે.વીરપર તા.વાંકાનેરને પકડી લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ત્રીજી રેઇડમાં રણજીતભાઈ દેકાવાડીયા પણ પોતાના રહેણાંક મકાનના ફળીયામાં દેશી દારૂ બનાવતા હોય ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે ત્યાં રેઇડ કરીને સ્થળ ઉપરથી ૬૦ લીટર ગરમ આથો, ૨,૦૦૦ લીટર ઠંડો આથો, ગરમ-ઠંડો દેશી દારૂ ૩૫ લીટર તથા દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી મળીને કુલ રૂ.૬૦,૦૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપી રણજીતભાઇ ચતુરભાઇ દેકાવાડીયા ઉવ.૩૨ રહે.વીરપર તા.વાંકાનેરવાળાની અટક કરવામાં આવી છે.

હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ દરોડા કરી વિરપર ગામમાં અલગ અલગ સ્થળોએ દેશી દારૂની ચાલુ ત્રણ ભઠ્ઠીઓ સાથે ભઠ્ઠી સંચાલક ત્રણેય આરોપીઓની અટકાયત કરી ટ્રાબેય વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!