મોરબીમાં વાણીજ્ય અને મેનેજમેન્ટ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણમા મૂઠેરી ઉચી નામના ધરાવતી મોરબીની પી.જી.પટેલ કોલેજના આચાર્યશ્રી ડો.રવિન્દ્ર ભટ્ટનો આજ રોજ તા. ૨૫, નવેમ્બરે જન્મદિવસ છે. છેલ્લા 20 વર્ષોથી ડો.રવિન્દ્ર ભટ્ટ પી.જી.પટેલ કોલેજમાં આચાર્ય તરીકે વિધાર્થીઓને શિક્ષણ સાથે ચરિત્ર ઘડતરના પાઠ ભણાવી રહ્યા છે. કોલેજના વિધાર્થીઓ પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવે અને સાથે સાથે એક આદર્શ અને જવાબદાર નાગરિક બને તે દિશામાં સતતપણે ઉમદા અને ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. અને સાથોસાથ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, સમસ્ત બ્રહ્મસમાજ શિક્ષણ સમિતિ, કોમનમેન ફાઉન્ડેશન શ્રી રામ યોગ કેન્દ્ર જેવી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ અને સામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.જે સમગ્ર મોરબીના શૈક્ષણિક જગત માટે એક ગૌરવપ્રદ બાબત છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય છે અને તેમાં પણ વિશેષતમ છેલ્લા 7 વર્ષોથી દિવાળીના પ્રકાશપર્વની ઉજવણી ક્ચ્છ ખાતે આવેલ ભારત-પાકિસ્તાન સરહદે તેનાત રહેલા ભારતીય સેના અને સીમા સુરક્ષા બળના જવાનોને દિવાળીના મહાપર્વ ના દિવસે જ ૭૫૦ કિલોગ્રામથી વધુ શુદ્ધ ધીની મીઠાઈ અને નમકીન નું વિતરણ કરીને કરે છે જે આજના યુવાનો તેમજ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.
આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો, કોલેજના સંચાલકો, કોલેજ સ્ટાફગણ, મિત્રવર્તુળ, સ્નેહીજનો, સગા-સબંધીઓ અને વિધાર્થીઓ દ્વારા તેમના મોબાઈલ નંબર 9898288777 પર તેમના દીર્ઘાયુ ની કામના તથા જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.