મોરબી શહેરમાં જુના બસ સ્ટેશન પાસે રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ પોસ ડોડાના જથ્થા સાથે એક ઇસમને એસ.ઓ.જી.ટીમ મોરબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.. જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ પોશડોડાનો જથ્થો ૩ કિલો ૧૯૫ ગ્રામ કિંમત રૂ.૯,૫૮૫ સહિત કુલ -૧૦,૦૮૫/- નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાનાએ ગેર કાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખી હતી. જે અંતર્ગત એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન એ.એસ.આઇ. કિશોરદાન ગંભીરદાન ગઢવી, મદારસિંહ માલુભા મોરીને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી કે જુમાભાઇ કરીમભાઇ ચૌહાણ રહે.મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળની શેરી નવાડેલા રોડ વાળાએ પોતાના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનમાં ગેર કાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે જઇ આરોપીના રહેણાંક મકાનમાં જઈ તપાસ કરતાં નાર્કોટીક્સ માદક પદાર્થ પોશડોડાનો જથ્થો ૩ કિલો ૧૯૫ ગ્રામ કિંમત રૂ.૯,૫૮૫ અને લોખંડનો વજનકાંટો તથા તોલા નંગ-૩ કિંમત રૂ.૫૦૦/- મળી કુલ -૧૦,૦૮૫/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫(બી), મુજબની કાર્યવાહી સાથે અટક કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો…
એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ.અંસારી, કે.આર.કેસરીયા, એ.એસ.આઇ કિશોરદાન ગઢવી, રસીકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, મનસુખભાઇ દેગામડીયા, શેખાભાઈ મોરી, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ અને અશ્વિનભાઇ સહિતના દ્વારા કામગીરી કરવામાં આવી હતી.