Thursday, December 26, 2024
HomeGujaratહળવદના વેગડવાવ નજીક ન્યારા પેટ્રોલ પંપમાં ચોરી: રૂ.૩૩ હજાર અને સ્માર્ટ વોચની...

હળવદના વેગડવાવ નજીક ન્યારા પેટ્રોલ પંપમાં ચોરી: રૂ.૩૩ હજાર અને સ્માર્ટ વોચની લૂંટ

ત્રણ બુકાનીધારી શખ્સોએ વહેલી સવારે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવી ચોરીને અંજામ આપ્યો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના વેગડવાવ ગામ નજીક આવેલ ન્યારા કંપનીના ‘જય ભવાની પેટ્રોલિયમ’ નામના પેટ્રોલ પંપની ઓફિસમાં વહેલી સવારે સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ બુકાનીધારી શખ્સો દ્વારા અલગ અલગ ટેબલના ખાનામાં રાખેલ રૂપિયા ૩૩ હજાર રોકડા તેમજ ટેબલ ઉપર મૂકેલ એક સ્માર્ટ વોચની ચોરી કરીને નાસી ગયા હતા. બનાવ સમયે પેટ્રોલ પંપમાં ફિલર તરીકેના બે કર્મચારી પૈકી એક કર્મચારી ઓફિસમાં ખાટલા ઉપર સૂતો હતો જ્યારે બીજો વોર્કિંગ કરવા ગયો હોય, હાલ પંપના કર્મચારીની ફરિયાદને આધારે હલવદ પોલીસે અજાણ્યા ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેઓને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો મુજબ હળવદના ઇશનપુર ગામે રહેતા અને વેગડવાવ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપમાં ફિલર તરીકે ફરજ બજાવતા ગગજીભાઈ રમેશભાઈ સારોલા એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ બુકાનીધારી ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૯/૧૧ના રોજ વહેલી સવારે ન્યારા કંપનીના ‘જય ભવાની પેટ્રોલિયમ’ નામના પેટ્રોલ પંપ ઉપર નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ પંપની ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં અલગ અલગ ટેબલમાં રાખેલા કુલ રૂ.૩૩,૦૦૦/- તથા ટેબલ ઉપર રાખેલ ફરિયાદી કર્મચારીની સ્માર્ટ વોચ કિ.રૂ.૧,૦૦૦/- એમ કુલ રૂ.૩૪ હજારની માલમત્તાની ચોરી કરીને સ્વીફ્ટ કારમાં હળવદ તરફ ભાગી ગયા હતા. ચોરીની આ ઘટના સમયે ફરિયાદી ગગજીભાઈ વહેલી સવારે ૬ વાગ્યે વોકિંગ કરવા ગયા હતા જ્યારે અવિનાશ નામનો સથી કર્મચારી ઓફીસમાં જ ખાટલા ઉપર સુઈ રહ્યો હતો, ત્યારે પેટ્રોલ પંપમાં થયેલ ચોરીની ઘટનાની તુરંત જાણ પંપ-માલીકને કરવામાં આવી હતી. જે મુજબની ફરિયાદને આધારે હાલ હળવદ પોલીસે પંપ-કર્મચારીની ફરિયાદને આધારે ત્રણેય અજાણ્યા બુકાનીધારી આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!