પ્રમુખ પી.ડી. કાંજીયાના નેતૃત્વમાં ૩૬૦ જેટલા સ્ટાફ માટે ખાસ શો
મોરબીની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા તેમના ૩૬૦ જેટલા સ્ટાફ માટે ક્લબ ૩૬ સિનેમા ખાતે “ધ સાબરમતી રિપોર્ટ” મુવીના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના પ્રેરક નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હંમેશા પોતાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે અનોખા પ્રોજેક્ટ્સ હાથ ધરે છે. આ સદભાવના અંતર્ગત, સમગ્ર સ્ટાફ માટે ખાસ રીતે ક્લબ ૩૬ સિનેમા ખાતે ત્રણ સ્ક્રીનો બુક કરાવીને “ધ સાબરમતી રિપોર્ટ” મુવીના શો નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રમુખ પી.ડી. કાંજીયાએ કહ્યું કે “નવયુગનો સ્ટાફ મારા માટે પરિવાર સમાન છે. અમે હંમેશા શ્રેષ્ઠ મૂલ્યો અને રાષ્ટ્રહિત સાથે જોડાયેલ પ્રવૃત્તિઓમાં સહભાગી રહેવાનું શ્રેય મેળવીએ છીએ. સારા નરસા પ્રસંગમા સાથે જ હોય છે, જેમાં આજના “ધ સાબરમતી રિપોર્ટ” મુવીના સ્પેશિયલ શો નું આયોજન હોય કે “કાશ્મીર ફાઈલ” હોય કે “કેરેલા સ્ટોરી” હોય કે પછી યુવાનો માટે પ્રેરણાદાયક “થ્રી ઇડિયટ” હોઈ કે બાળકો માટે નું “તારે જમી પે” હોઈ દરેક જોવાલાયક ફિલ્મના સ્પેશિયલ શો નું આયોજન કરવામાં નવયુગ હંમેશા પ્રથમ જ હોય છે.
આ ખાસ શોમાં સંસ્થાના પ્રિન્સિપાલ, શિક્ષકો, પ્યુન, રસોયા, ડ્રાઇવરો અને સિક્યુરિટી ગાર્ડ સહિત તમામ સ્ટાફના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ આયોજન માટે પ્રોત્સાહન આપતા અને પરિવાર ભાવના સાથે જોડાયેલી આ રીતની પ્રવૃત્તિઓ માટે સ્ટાફ સભ્યોએ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો.