Sunday, November 24, 2024
HomeGujaratજિલ્લા કલેકટરનાં હસ્તે સીવીલ હોસ્પીટલ ખાતે પોલીયોની રસી અભિયાનનો પ્રારંભ

જિલ્લા કલેકટરનાં હસ્તે સીવીલ હોસ્પીટલ ખાતે પોલીયોની રસી અભિયાનનો પ્રારંભ

મોરબી જિલ્લામાં આજરોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧૫૨૪૫૭ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન થયેલ છે. આજરોજ મોરબીની સીવીલ હોસ્પીટલ ખાતે જિલ્લા કલેકટર જે.બી.પટેલે દિપ પ્રગટાવી અને પોલીયાના નવજાત બાળકને રસી પીવડાવીને પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લામાં કુલ ૬૧૧ પોલીયો બુથોની રચના કરેલ છે. અને આ કામગીરીને પહોચી વળવા માટે ૨૪૮૪ કર્મચારીઓને પોલીયો બુથો ઉપર ફરજ સોપેલ છે તેમજ ૧૯૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે

- Advertisement -
- Advertisement -

આજ રસી પીવડાવ્યા બાદ પછીના ૨ દિવસ દરમ્યાન આખા જિલ્લામાં ઘર ઘર મુલાકાત કરી બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. આ માટે મોરબી જિલ્લાના કુલ ૨૦૭૮૦૭ ઘરોની મુલાકાત માટે ૧૨૪૨ ટીમોની રચના કરવામાં આવેલ છે. તેમજ આ માટે ૧૯૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે. આ ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર, ઈંટોનો ભઠ્ઠા, રોડની આજુબાજુ વિસ્તાર, અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણના વિસ્તાર કે અન્ય વગેરે જેવી દુર્ગમ જગ્યાઓ ઉપર વસતા મજુર ના બાળકોના પોલીયો રસીકરણ માટે ૪૨૩ મોબાઈલ ટીમોની રચના કરેલ છે . તેમજ આ પોલીયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલીયોની રસી આપવા માટે ૨૩ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે. આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો ઉપર કામગીરી કરશે.

આ પોલીયો રસીકરણ કાર્યક્રમમાં સીવીલ હોસ્પીટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, ડી.વાઈ.એસ.પી. રાધિકા ભારાઈ, હર્ષ ઉપાધ્યાય, ડૉ. કતીરા, ડૉ. સરડવા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!