મોરબીમાં હાલ વાહન ચોરો બેફામ બન્યા છે, જેમાં શહેરમાં આવેલ પરા બજાર નજીક ત્રિકોણબાગના પાર્કિંગમાંથી વધુ એક બાઇક ચોરાયા અંગેની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી શહેરના પરા બજાર વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકની મુખ્ય શાખા, મુખ્ય પોસ્ટ ઓફીસ તેમજ આજુબાજુના શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવતા ગ્રાહકો માટે ટ્રાફિકની સમસ્યાને નિવારવા તેમજ સુચારુ પાર્કિંગ વ્યવસ્થાને ધ્યાને લઇ ત્રિકોણ બાગમાં વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં શહેરીજનો પોતાના વાહન પાર્ક કરતા હોય છે ત્યારે ગઈ તા.૧૮/૧૧ના રોજ કાંતીભાઇ નવઘણભાઇ પરમાર ઉવ.૫૨ રહે.સત્યમ સોસાયટી વાવડી ચોકડી પાસે મોરબીવાળાએ પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-એફપી-૯૧૨૪ ત્રિકોણ બાગના પાર્કિંગમાં પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ વાહન ચોર ઈસમ ઉપરોક્ત મોટર સાયકલ ચોરી કરી લઈ ગયો હોય જેથી કાંતિભાઈએ પ્રથમ ઈ-એફઆઈઆર જે બાદ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસે વાહન તસ્કરીના બનાવ અંગે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.