મોરબી જીલ્લામાં પ્રોહિબીશનના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે રાખવામાં આવેલી મેગા કોમ્બીંગ ડ્રાઇવમાં ૮૭ કેસો શોધી કાઢવામાં આવ્યા હતા.આ મેગા કોમ્બીંગ દરમિયાન કુલ ૮૨૧ લીટર દેશી દારૂ, ૧,૦૫૩ લીટર આથો અને ૧૦ ઇંગ્લીશ દારૂની બોટલ કબ્જે કરવામાં આવી હતી. જેની કુલ કિંમત રૂ. ૧,૮૯,૭૬૦/- ગણવામાં આવી હતી, આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લાના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ આ ડ્રાઇવ યોજાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા અને એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફની ટીમો બનાવી આ પ્રોહીબીશનની મેગા કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.-૦૯ કેસો, બી ડીવી. પો.સ્ટે.-૧૨ કેસો, તાલુકા પો.સ્ટે.-૨૦ કેસો, વાંકાનેર સીટી પો.સ્ટે.-૦૮ કેસો, વાંકાનેર તાલુકા પો.સ્ટે.-૧૦ કેસો, હળવદ પો.સ્ટે.-૧૪ કેસો, માળીયા મિંયાણા પો.સ્ટે.-૦૫ કેસો તથા ટંકારા પો.સ્ટે.-૦૯ કેસો મળી પ્રોહીબીશનના કુલ-૮૭ કેસો શોધી કાઢવામાં આવ્યા હતા.
આ સાથે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. દેશીદારૂ લીટર-૧૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા આથો લીટર-૬૦ કિ.રૂ.૧,૨૦૦/-, મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. દેશી દારૂ લીટર-૩૯ કિ.રૂ.૭,૮૦૦/-, મોરબી તાલુકા પો.સ્ટે. દેશી દારૂ લીટર-૨૯૮ કિ.રૂ.૫૯,૬૦૦/-, વાંકાનેર સીટી પો.સ્ટે. દેશી દારૂ લીટર-૯૦ કિ.રૂ.૧૮,૦૦૦/-, વાંકાનેર તાલુકા પો.સ્ટે. દેશી દારૂ લીટર-૫૭ કિ.રૂ.૧૧,૪૦૦/- તથા આથો લીટર-૨૧૮ કિ.રૂ.૪,૩૬૦/-, માળીયા(મી) પો.સ્ટે. દેશી દારૂ લીટર-૨૪ કિ.રૂ.૪.૮૦૦/- તથા આથો લીટર-૩૫૦ કિ.રૂ.૭,૦૦૦/-, ટંકારા પો.સ્ટે. દેશી દારૂ લીટર-૯૫ કિ.રૂ.૧,૯૦૦/- તથા આથો લીટર-૧૫ કિ.રૂ.૩૦૦/-, હળવદ પો.સ્ટે. દેશી દારૂ લીટર-૧૧૮ કિ.રૂ.૨૩,૬૦૦/- તથા આથો લીટર-૪૪૦ કિ.રૂ.૧૦,૨૫૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦ કિ.રૂ.૪,૫૦૦/- નો મુદ્દામાલ જેની કુલ કિ.રૂ. ૧,૮૯,૭૬૦/- કબ્જે કરવામાં આવ્યો છે.
આ અભિયાનમાં મોરબી જીલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓ અને એલ.સી.બી. ટીમ સહિતના સ્ટાફ જોડાયેલા હતા.