ટંકારાના હડમતીયા ગામ નજીક પાલનપીર ની જગ્યા સામે આવેલા રાજલ ફાર્મમાં ૧૦૮ દિવસનું શ્રી પંચદેવ યજ્ઞનું મહા ભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભગીરથ કાર્ય વીરપર ગામનાં રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રભુભાઈ વાધડીયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું છે.આ બાબતે વાત કરીએ તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથી આશ્રમના દર્શને ગયા બાદ ત્યાં સંકલ્પ કર્યો કે શ્રી પંચદેવ મહાયજ્ઞ નું આયોજન કરવું. અને આ શ્રી પંચદેવ એટલે શ્રી ગણેશજી, રાજબાઈ માતાજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, અને સૂર્ય નારાયણ હાલના સમયે ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે મુજબ આ યજ્ઞ પૂરો થશે ત્યારે છ દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયેલું હશે. અહીં દરરોજ રાત્રે ધૂન ભજન અને સંતવાણી નું આયોજન હોય છે. વીરપર ગામના પરિવારજનો એ સેવા યજ્ઞમાં દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લીધી છે. આ ભાગિરથ કાર્ય સાથે અબોલ પશુઓ પંખી માટે દરરોજ નીરણ રોટલા ખવડાવવાનું સેવા કાર્ય સતત ચાલુ છે.