હિન્દુ અસ્મિતા મંચ મોરબી દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. જેને લઇને હિન્દુ અસ્મિતા મંચ મોરબી દ્વારા વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. ત્યારે હિન્દુ અસ્મિતા મંચ મોરબી દ્વારા કલેકટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી અત્યાચારો વિરૂદ્ધ રજૂઆત કરવામાં આવી છે. રજુઆત કરતાં જણાવ્યું છે કે બાંગ્લાદેશ સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે. જે અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં પૂ.સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂ.સંત શ્રી ને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે .જે કૃત્ય પણ અમાનવીય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પૂજનીય સંતશ્રી ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા, અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો માટેની માગણીઓ કરવામાં આવી છે જેને ગભીરતાથી લઈને યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરાઈ છે.