Sunday, November 24, 2024
HomeGujaratહળવદ પંથકમાં ગૌવંશ ઉપર ઘાતકી હુમલાના બનાવમાં અંતે ફરિયાદ નોંધાઈ

હળવદ પંથકમાં ગૌવંશ ઉપર ઘાતકી હુમલાના બનાવમાં અંતે ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ પંથક છેલ્લા ઘણા સમયથી ગૌવંશ ઉપરના હુમલાના બનાવથી કંપી ઉઠ્યું છે.દરરોજ કોઈને કોઈ ગામમાં ગૌવંશના હુમલાની ઘટના બહાર આવતી રહે છે.ત્યારે હળવદ પંથકમાં ગૌવંશ ઉપર હુમલાનો સિલસિલો યથાવત રહેતા નરાધમોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે અને ગૌપ્રેમીની ફરિયાદ પરથી પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વાડી કે ખેતરોમાં ચરતા ગૌવંશને ખાસ ટાર્ગેટ કરીને એસિડ કે તીક્ષ્ણ હથિયારોથી હુમલા કરવામાં આવી રહ્યા છે.અત્યાર સુધીમાં સંખ્યાબંધ ગૌવંશ ઉપર ઘાતકી હુમલાઓ થયા છે અને ગૌવંશ ઉપર હુમલાના બનાવો અટકાવાનું નામ લેતા ન ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.જેથી પોલીસને આવા બનાવમાં ફરિયાદ નોંધાવની ફરજ પડી છે.જેમાં ગૌપ્રેમી વિપુલભાઇ વશરામભાઇ રાવા (ઉવ.૩૦ ધધો ડ્રાઇવીગ રહે હળવદ પંચમુખી ઢોરામા) એ આરોપીઓ જગદીશભાઇ જેરામભાઇ ડાભી ઠાકોર (રહે હાલ રમેશભાઇ ધરમશીભાઇ પટેલ રહે ઘનશ્યામગઢ તા હળવદ વાળાની વાડીએ) તથા ઇન્દ્રજીત વિષ્ણુભાઇ પટેલ (રહે હાલ દયારામભાઇ સવજીભાઇ પટેલ રહે ઘનશ્યામગઢ તા હળવદ વાળાની વાડીએ) સામે ફરિયાદ નોંધાવી હતી કે,તા.૩૦ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના સુમારે હળવદ બોરડી ગામનો રોડ પાણીની મોટી ટાંકી નજીક આરોપીઓએ એકબીજાની મદદગારીથી લોખંડનુ ધારીયુ તથા પાઇપ જેવા હથીયાર વડે રેઢીયાળ લાલ કલરના ખુટીયા જીવ નંગ ૧ ને ઇજા પહોંચાડી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!