મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીના નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા દાઉદભાઈ ઈસાભાઈ ચાનીયા ઉવ.૬૫ રહે.લાતી પ્લોટ શેરી નં.૧૨ તથા અબ્દુલકાદરભાઈ મોહમદ ભાઈ મકરાણી ઉવ.૩૨ રહે.મોરબી મકરાણીવાસવાળાને રંગેહાથ ઝડપી લેવાયા છે, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧૦,૫૦૦/-કબ્જે લઈ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.