વાંકાનેર તાલુકાના પ્રસિદ્ધ માટેલ ગામે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા રાજકોટના નવજીવન હોલ સામે આવેલ ન્યુ સુભાષનગર સોસાયટી શેરી નં.૨ માં રહેતા રાજેશભાઇ ભીમજીભાઈ પાનસુરીયા ઉવ.૪૦ ગઈકાલ તા.૦૪/૧૨ ના રોજ માટેલ-ધરાના દર્શન કરતા સમયે અચાનક અકસ્માતે પગ લપસતા રાજેશભાઇ ધરાના પાણીમાં પડી ગયા હતા જેથી તેઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું, હાલ વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના આ બનાવમાં માટેલ ગામના હર્ષદ ઉર્ફે મુનાભાઇ રણદાસ દુધરેજીયા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃતક રાજેશભાઇના અકાળે મૃત્યુની અ.મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.