મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા વિરોધ પક્ષના લેટર પેડ પર મોરબી નગરપાલીકા કચેરી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના, મોરબીને ઢોરમુક્ત બનાવવા માટે નંદી ઘ૨, ૪૫(ડી) હેઠળના કામો તેમજ ભુગર્ભ ગટરને લગતા કામો કરવામાં આવ્યા છે. જેની માહિતી તા. ૩૦/૦૭/૨૦૨૪ ના રોજ માંગી હતી જે આજદિન સુધી આપવામાં આવી નથી. તમામ કામોમાં ક્યાંયને ક્યાંક ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો હોય જેના રેકર્ડ હાલમાં નગરપાલીકા કચેરી ખાતેથી ગુમ થઈ ગયા છે તેવા શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. તેવા આક્ષેપ સાથે તમામ કામની માહિતી પ્રજા સમક્ષ આપવામાં આવે તેવી માંગ કરી છે…
મળતી માહિતી અનુસાર,
મોરબી નગરપાલીકા કચેરી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના, મોરબીને ઢોરમુક્ત બનાવવા નંદી ઘ૨, ૪૫(ડી) હેઠળના કામો તેમજ ભુગર્ભ ગટરને લગતા કામો કરવામાં આવ્યા છે. જે કામો પ્રજાના ટેક્સની આવકમાંથી કરવામાં આવ્યા છે. જેમાં પ્રજાનો પરસેવો રેડાયેલ છે. જે કરેલ કામોની વિગતો મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ કિશોરભાઈ ચિખલીયા દ્વારા ગત તા.૩૦/૦૭/૨૦૨૪ ના રોજ વિરોધપક્ષ તરીકે લેટરપેડ ઉપર માંગી હતી. જે તમામ કામોમાં ક્યાંયને ક્યાંક ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો હોય, જેના રેકર્ડ હાલમાં નગરપાલીકા કચેરી ખાતેથી ગુમ થઈ ગયા છે તેવા શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. જે આક્ષેપ સાથે તમામ કામની માહિતી પ્રજા સમક્ષ આવે તેવી માંગ કરી છે. જે માહિતી ન આપતા તેમાં અનેક અધિકારીઓ તથા નેતાઓના ભ્રષ્ટાચારના ચહેરાઓ ખુલે તેમ છે તેવી શંકા વ્યક્ત કરી છે.