Thursday, December 26, 2024
HomeGujaratમોરબી:શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી યુવાન સાથે ૮૫...

મોરબી:શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી યુવાન સાથે ૮૫ લાખની છેતરપિંડી

મોરબીમાં વધુ એક યુવક શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરી વધુ નફાની લાલચનો શિકાર બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શેર બજારમાં રોકાણ કરવાની ટિપ્સને બહાને આપેલ લિંક મારફત ડિમેટ એકાઉન્ટ ખોલવાનું કહી શેર બજારમાં રોકાણ કરી વધુ નફાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ યુવક સાથે ૮૫.૪૨ લાખની છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસે યુવકની ફરિયાદના આધારે ત્રણ મોબાઈલ નંબર તથા સાત જેટલા બેંક એકાઉન્ટ ધારકો તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના એસ.પી.રોડ સિલ્વર હાઇટ્સમાં રહેતા ધર્મેન્દ્રભાઈ નાગજીભાઈ સુતરીયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી તરીકે વ્હોટસએપ નંબર (૧) મો.નં. +91 99724 53247 ના ધારક તથા (૨) મો નં 76299 02726 ના ધારક તથા (૩) મો નં 84148 42406 ના ધારક તથા (૪) UCO BANK બેંક એકાઉન્ટ નંબર 03190210004517 ના ધારક તથા (૫) UCO BANK બેંક એકાઉન્ટ નંબર 22180210004661 ના ધારક તથા (૬) BANDHAN BANK ACCOUT NO 20100031815380 ના ધારક તથા (૭) UCO BANK બેંક એકાઉન્ટ નંબર 23560210002216 તથા (૮) UCO BANK બેંક એકાઉન્ટ નંબર 31190210001554 ના ધારક તથા (૯) BANDHAN BANK બેંક એકાઉન્ટ નંબર 20100031988315 ના ધારક તથા (૧૦) UCO BANK બેંક એકાઉન્ટ નંબર 80520210003015 ના ધારક તથા તપાસમાં ખુલે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપીઓએ ધર્મેન્દ્રભાઈના વોટસએપ નંબર ઉપર VIP 14 Surendra stock exchangegroup નામના વોટસએપ ગ્રુપમાંથી મેસેઝ આવેલ અને સદરહુ ગ્રુપના એડમીન મો.નં. +91 99724 53247 Tiffany Taylor Emcee Account વાળાએ ફરી.ને આ ગ્રુપમાં એડ કરેલ અને ગ્રુપના અન્ય બે એડમીન 91 76299 02726 શ્રધ્ધા ચોપરા Chopra તથા +91 84148 42406 સુરેન્દ્રકુમાર દુબે વાળા હોય. અને આ ગ્રુપમાં એડમીનો દ્વારા શેર બજાર રીલેટેડ મેસેજ કરવામાં આવતા હોય અને શેર માર્કેટને લગતી ટીપ્સ આપતા હોય આ ઉપરાંત ધર્મેન્દ્રભાઈને શેરબજારમાં રોકાણ કરી વધુ નફો મેળવવા માટે આરોપીઓ દ્વારા m.emceesing વાળી લીંક મોકલેલ હોય અને આ વેબ પેઇઝ ઉપર ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા જણાવવામાં આવતા ધર્મેન્દ્રભાઈને પણ શેરબજારમાં રોકાણ કરવામાં રસ હોય જેથી ઉપરોકત લીંક વાળા વેબ પેઇઝમાં એડમીનોના કહેવા પ્રમાણે ડીમેટ એકાઉન્ટ ઓપન કરેલ ત્યારબાદ ધર્મેન્દ્રભાઈને યુ.એસ.સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું તથા આઇ.પી.ઓ. ભરવાનુ જણાવી આ કામના આરોપીઓએ ગુન્હાહીત કાવતરૂ રચી ધર્મેન્દ્રભાઈને તા.૧૬/૧૦ થી ૦૮/૧૧ દરમિયાન શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી વિશ્વાસ અને ભરોસો કેળવી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ધર્મેન્દ્રભાઈના કુલ રૂ. ૮૫,૪૨,૧૦૦/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ભરેલ નાણા આજદીન સુધી ધર્મેન્દ્રભાઈને પરત નહી આપી ગુન્હાહીત વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. ત્યારે સમગ્ર બનાવ બાદ ફરિયાદી ધર્મેન્દ્રભાઈએ ત્રણ મોબાઇલ ધારક અને સાત બેંક ખાતા-ધારકો તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!