હળવદમાં નાના છોકરાઓની સામાન્ય બાબતે ૨૮ વર્ષીય યુવતી ઉપર ગામના એક જ પરિવારના બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ જેમફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવામાં આવતા ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મેથકમાં આરોપી બંને દંપતીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ઈંગરોળા ગામે રહેતા શીતલબેન હસમુખભાઈ પરમાર ઉવ.૨૮ નામની યુવતીએ ઈંગરોળા ગામના હરદીપસિંહ કિરીટસિંહ ઝાલા તથા બ્રિજરાજસિંહ કિરીટસિંહ ઝાલા તેમજ બંને ભાઈઓની પત્નીઓ સહિત ચાર આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૧/૧૨ના રોજ શીતલબેન આરોપીઓને તેમના નાના છોકરાઓ બાબતે કહેવા ગયા હોય ત્યારે ઉપરોક્ત ચારેય આરોપીઓને આ બાબતે સારું નહીં લાગતા ચારેય આરોપીઓએ ફરિયાદી શીતલ બેનને બેફામ અપશબ્દો આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, ત્યારે બનાવ બાદ શીતલબેન દ્વારા હળવદ પોલીસ મથકમાં પ્રથમ અરજી સ્વરૂપે ફરિયાદ આપી હોય જે બાદ ગઈકાલે ૦૫/૧૨ના રોજ આરોપીઓ સામે રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે ફરિયાદને આધારે હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવા તજવીજ હતબ ધરી છે.