હળવદમાં માર્ગ અકસ્માતના બનાવમાં મોટર સાયકલના ચાલક એવા વૃદ્ધ વડીલ ઇજાગ્રસ્ત થયા અંગે હળવદ પોલીસ મથકમાં ઘાયલ વૃદ્ધના પુત્ર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં હળવદના રાયસંગપર રોડ ઉપર મોટર સાયકલ સાથે સામેથી આવી બ્રેઝા કાર અથડાતા મોટર સાયકલ ચાલક વૃદ્ધને માથાના કપાળના ભાગે તથા શરીરે તથા હાથ-પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના રાયસંગપર રહેતા કરશનભાઇ રંગાડીયા ગઈ તા. ૦૪/૧૨ના રોજ સાંજના સમયે પોતાનું મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-ક્યુ-૩૬૬૩ લઈને જતા હોય ત્યારે હળવદમાં રાયસંગપર રોડ છઠ્ઠી કેનાલ પાસે રજી.નં. જીજે-૩૬-એજે-૨૨૬૩ વાળી બ્રેઝા કારના ચાલકે પોતાની કાર બેફામ અને બેદરકારીરીતે ચલાવી આવી કરશનભાઇને તેમના બાઇક સહિત સામેથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતના બનાવમાં મોટર સાયકલ ચાલકને માથામાં કપાળના ભાગે તેમજ હાથ,પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર દિલીપભાઈ કરશનભાઇ રંગાડીયાએ હળવદ પોલીસ મેથકમાં આરોપી બ્રેઝા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.