આજીડેમ પોલીસ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેકટમાં આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી અગાઉ વાહન ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ બે ઇસમોને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પાસા કરવામાં આવ્યા છે. જે બંનેને અમદાવાદ તથા વડોદરા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે..
મળતી માહિતી અનુસાર, રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાએ સુચના આપી હતી કે રાજકોટ શહેર ખાતે વાહન ચોરીના બનાવ વધુ બનતા હોય જેથી અગાઉ વાહન ચોરીની ગેર કાયદેસરની પ્રવૃતીમાં પકડાયેલ ઇસમો આવી પ્રવૃતીઓ કરતા અચકાય તેમજ રાજકોટ શહેર વિસ્તારમાં લોકો શાંતીમય રીતે જીવન પસાર કરી શકે તે માટે અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા સુચના આપી હતી. જેથી નાયબ પોલીસ કમિશ્નર સજનસિંહ પરમાર સાહેબ (ઝોન-૧), મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાદવ સાહેબ (પુર્વ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ આવા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવા સુચના આપી હતી. જેથી આજીડેમ પોલીસ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેકટમાં રામુભાઇ કાંતીભાઇ બારૈયા અને જયેશભાઇ દિલીપભાઇ દુધરેજીયા નામનાં ઇસમોનો ગુન્હાહીત ઇતીહાસ ચેક કરતા બંને ઇસમો વિરૂધ્ધ અગાઉ વાહન ચોરીઓના ગુન્હા દાખલ થયા હતા. જેથી ઇસમોની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ કમિશ્નર દ્વારા બન્ને ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતા બન્ને સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ તથા વડોદરા જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે.
જેમાં આજીડેમ પોલીસ સ્ટેશન તથા પી.સી.બી. શાખા રાજકોટ શહેર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.