મોરબીમાં આયુષ હોસ્પિટલ માં pmjay યોજના ના ક્લેમ ના આંકડાને લઇને વિવાદમાં આવી હતી.મોરબી જિલ્લામાં PMJAY હેથડ નોંધાયેલી આઠ હોસ્પિટલ છે જેમાં આઠ હોસ્પિટલના મળી છેલ્લા વીસ મહિનામાં કુલ ૨૦૨૯૭ કલેઇમ થયા છે જેમાંથી માત્ર આયુષ હોસ્પિટલ દ્વારા જ ૧૧૩૯૩ હજાર કલેઇમ કરવામાં આવ્યા હતા અને આ ક્લેમ ને લઇને ૩૪ કરોડ થી વધુની રકમ છે તે પણ સરકાર માંથી મેળવી લેવામાં આવી છે જેને લઇને આયુષ હોસ્પિટલ શંકાના ઘેરામાં આવી છે અને તપાસની માંગ થઈ રહી છે ત્યારે હોસ્પિટલ દ્વારા પણ પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે સાથે જ જિલ્લા કલેકટર દ્વારા આ મુદ્દે માહિતી આપવામાં આવી છે અને આકરું વલણ દાખવ્યું છે.
જેમાં આયુષ હોસ્પિટલના ડાયરેકટર ડો.ચેતન અઘારા એ જણાવ્યું હતું કે આયુષ હોસ્પિટલ તમામ પ્રકારની ફેસિલિટી અને તમામ પ્રકારની સારવાર કરે છે જેથી આયુષ હોસ્પિટલમાં દરેક પ્રકારના દર્દીઓ આવે છે જેને કારણે અન્ય હોસ્પિટલ કરતા વધુ ક્લેમ થઈ શકે છે સાથે જ મોરબી જિલ્લામાં કાર્ડિયો ની સુવિધા ધરાવતી માત્ર આયુષ હોસ્પિટલ છે જેથી અન્ય હોસ્પિટલ માંથી પણ અહી દર્દીઓને રિફર કરવામાં આવ્યા હોય છે અને જે પણ ક્લેમ થયા છે તે તમામ નું સરકાર દ્વારા ઓડિટ કરવામાં આવતું હોય છે જેથી આયુષ હોસ્પિટલ દ્વારા કોઈ ખોટા ક્લેઈમ કરવામાં આવેલ નથી.
ત્યારે મોરબી જીલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ગરીબોની યોજના છે આમાં કોઈ ફ્રોડ કરશે તો એને છોડવામાં નહિ આવે આયુષ હોસ્પિટલ મુદ્દે અમે તપાસ કરી રહ્યા છીએ અને ગાંધીનગર થી પણ ટીમ ને બોલાવી લેવામાં આવી છે તેમજ આ મામલે અમને કોઈ દબાણ આવ્યું નથી અને દબાણ આવશે તો પણ તેને વશ થયા વગર કાર્યવહી કરવામાં આવશે.