મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પીપળી ગામથી આગળ મનીષ કાંટા નજીક શંકાસ્પદ હાલતમાં પાન-મસાલાનો મોટો થેલો લઈને ઉભેલ શખ્સને રોકી થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હિસ્કીની શીલપેક ૧૮૦એમએલ પ્રવાહી ભરેલ ૧૦ નંગ બોટલ મળી આવી હતી જેથી આરોપી લખનભાઈ શિવપ્રસાદ વર્મા ઉવ.૩૩ રહે. હાલ બેલા ગામ ગોકુળ કોમ્પ્લેક્ષ મૂળ રહે. જમોન્યા ગોપ ચોહાન જી.રાજગઢ મધ્યપ્રદેશવાળાની અટકાયત કરવામાં આવી છે, આ સાથે પોલીસે વિદેશી દારૂના ૧૦ ચપલા કિ.રૂ.૧,૦૦૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.