રાજકોટ રિઝનલ મ્યુનસિપલ કમિશનર આઈએએસ મહેશ જાની ટંકારા નગર પાલિકા ખાતે વિઝિટ અર્થ આવ્યા હતા. ઋષિ ભુમી ટંકારાની ભૌગોલિક પરિસ્થિતિ અંગે જીણવટ ભરી માહીતી મેળવી શહેરના વિકાસને સ્પરસ્તા મુદા જેવાકે પાણી ગટર વ્યવસ્થા રોડ રસ્તા સફાઈ સ્ટાફ મહેકમ અને વોડ રચના આગામી આયોજન સહિતના અન્ય બાબતો અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ટંકારા ઇન્ચાર્જ ચિફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા પાલિકા અંગે વિસ્તૃત માહિતી આપી દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી બતાવી હતી તો ટંકારા ધારાસભ્ય શ્રી દુર્લભજી દેથરીયા દ્વારા પણ વિસ્તારની સુવિધા સમસ્યા અંગે ચર્ચા કરી હતી.