૬ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખ ધરાવે છે. ત્યારે મોરબી શહેર હોમગાર્ડ યુનિટ ખાતે પણ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોમગાર્ડના જવાનો, મહિલા અને પુરુષ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આજ રોજ ૬ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ.. હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિતે મોરબી શહેર હોમગાર્ડ યુનિટ તરફથી સ્વચ્છતા અભિયાન અને બાઈક રેલી યોજી હતી. ઉલ્લેખનીય છે કે,હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી ૬ ડિસેમ્બર હોમગાર્ડ દિવસ 77 વર્ષ પૂર્ણ થયેલા હોવાથી ૬ ડીસેમ્બર હોમગાર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે.
ત્યારે આ ઉજવણીમાં તમામ હોમગાર્ડ સભ્યો અને એન.સી.ઓ. આર.એન વાઘેલા, જે.આઈ અબડા, એ.કે સોરીયા, વિ.જે સુમળ અને ઓફિસર જે.એન વાઘેલા તેમજ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કમાન્ડર દીપ પટેલના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે.