મોરબી નગરપાલિકાએ મિલકતોના વેરા ન ભરનાર ૧૮ જેટલા ડિફોલ્ટર મિલકત-માલીકોની યાદી જાહેર કરી છે, જેમાં અનેકો વાર નોટિસો આપવા છતાં મિલકતના બાકી વેરા ન ભરનાર સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૧૩૩(૧) મુજબ મિલકત જપ્તી માટે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે આ બાકી વેરાવાળી મિલકત અને મિલકતના માલીકોની યાદી જાહેર કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના બાકી વેરાઓ જેવા કે હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, દીવાબતી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ વસુલ કરવા માટે માંગણા બિલો તથા માંગણા નોટીસો બજવણી કરવા છતા ટેકસની બાકી રહેતી રકમો ભરપાઈ કરવામાં આવેલ નથી, જેથી ગુજરાત મ્યુનિસીપાલિટી એકટ ૧૯૬૩ની કલમ ૧૩૩(૧) અન્વયે આ સાથેના ૧૮ મિલકતોની યાદી મુજબની મિલકતો પર જપ્તી/ટાંચમાં તથા આ બાબતે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે મિલકતો સહિત મિલકત-માલિકોની યાદી જાહેર કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર દોશી હિમાચંદ હરજીવન મોરબી કોટન મર્ચન્ટ ઇન્ડસ્ટરીયલ કોર્પોરેશન લિ. મોરબી ગર્લ્સ હાઈસ્કૂલ પાછળ બાકી વેરો રૂ.૭૭.૭૭ લાખ, લાબેલ લેમીનેશન શોભેશ્વર રોડ સો ઓરડી બાકી વેરો રૂ.૪૧.૬૨ લાખ, લાબેલ નેમિલેશન શોભેશ્વર રોડ સો ઓરડી બાકી વેરો રૂ.૧૭.૫૩ લાખ, રમણીકલાલ ઉમીયાશંકર મોરબી ગૌશાળા રોડ બાકી વેરો રૂ.૨૬.૭૬ લાખ, મહેશ્વરી મજુલા ખિમજી લાતી પ્લોટ ૧/૩ બાકી વેરો ૧૩.૦૦લાખ, એમ.એસ. દોશી એન્ડ સન્સ દોશી ટાવર સાવસર પ્લોટ બાકી વેરો રૂ.૯.૬૨ લાખ,
કિશોરચંદ્ર મોહનલાલના વારસ ધર્મેશભાઈ કિશોરભાઇ મહેતા લખધીરપરા શોભેશ્વર રોડ સામાકાંઠે બાકી વેરો રૂ.૯.૩૨ લાખ, બારૈયા જાદવજીભાઇ પોપટભાઇ મોરબી સુપર માર્કેટ-૩ બાકી વેરો ૯.૦૨લાખ, ભોરણીયા જયંતિલાલ નારણભાઇ પ્લોટ નં.૭ પૈકી શ્રીહરિ પાઉડર કોન્ટિંગની બાજુમાં બાકી વેરો રૂ.૮.૦૭ લાખ, ડોસાણી અમીનભાઇ અબ્દુલરજાકભાઇ અન્ય-૨ ધરતી ટાવર સરદાર રોડ બાકી વેરો રૂ.૬.૭૩ લાખ, લૂહાર ભુદર ભાઇ પૂંજા ભાઇ લાતી પ્લોટ મેઈન રોડ બાકી વેરો ૬.૬૯ લાખ, પંડયા દિનેશભાઈ જયંતિલાલ અન્ય-૪ વજેપર સર્વે નં.૧૪૦૨ પૈકીની જમીન બાકી વેરો રૂ.૬.૫૭ લાખ, હિન્દુસ્તાન ટાઇલ્સ વર્કના ભાગીદાર ગૌશાળા રોડ બાકી વેરો રૂ.૬.૫૦લાખ, ભાગ્યલક્ષ્મી મોઝેક ટાઈલ્સ મુનનગર બાકી વેરો ૬.૦લાખ, કોટક જે ટી શનાળા રોડ પેટ્રોલ પંપવાળી શેરી બાકી વેરો રૂ.૫.૭૨ લાખ, મેરજા નિલેશ બાબુલાલ,મોરજા નિલેશભાઇ બાબુલાલ ગૌતમ સોસાયટી રવાપર રોડ બાકી વેરો રૂ.૫.૭૨લાખ, પટેલ ડાયાભાઇ લક્ષ્મણભાઇ,મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદરો વતી TF માં હોલ નં.૨ મોરબી પ્લાઝા શોપિંગ સેન્ટર જયહિંદ સીનેમાવાળી જગ્યા બાકી વેરો રૂ.૫.૬૨ લાખ, હરિકૃષ્ણ મોઝેક ટાઈલ્સ પ્રોપ પટેલ બાબુલાલ માવજીભાઇ પ્લોટ નં.૨૫ લાતી પ્લોટ બાકી વેરો ૫.૫૬લાખ ના યાદીમાં સામેલ કરી જાહેર કરવામાં આવ્યા છે.