બે બાઇકમાં આવેલ અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબીના ખોખરા હનુમાનજી મંદિર રોડ ઉપર વધુ એક પરપ્રાંતિય સીરામીક શ્રમિકને છરી બતાવી બે મોટર સાયકલમાં આવેલ ચાર ઈસમો દ્વારા લૂંટી લેવામાં આવ્યો હતો, જેમાં મોબાઇલ કિ.રૂ.૧૦ હજાર તથા રોકડા ૨,૫૦૦/-ની લૂંટ ચલાવી ચારેય અજાણ્યા ઈસમો નાસી ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના બ્યાવરા ગામના વતની હાલ માટેલ રોડ ઇનવોલ સીરામીકની લેબર ઓરડીમાં રહેતા અમનભાઇ અંબારામ કુશવા ઉવ.૨૩ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી આશરે ૨૦ થઈ ૨૫ વર્ષની ઉંમર ધરાવતા બે મોટર સાયકલમાં આવેલ ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આજથી વીસેક દિવસ પહેલા ફરિયાદી અમનભાઈ રાત્રીના સાડા-આઠેક વાગ્યાના અરસામાં ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર જઈ રહ્યા હોય તે દરમિયાન અજાણ્યા ચાર આરોપીઓ મળી બે મોટર સાઇકલ ઉપર આવ્યા હતા. જેઓએ અમનભાઈના ગળે છરી અડાડી ‘તારી પાસે જે હોય તે આપી દે’ તેમ કહી ધમકી આપી ઓપો કંપનીનો મોબાઇલ જેના IMEI NO. 861175051108490, 861175051108494 કિ.રૂ.૧૦,૦૦૦/- અને રોકડા રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૧૨,૫૦૦/- ના મુદામાલની લુટ કરી ચારેય આરોપીઓ નાશી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.