સંબંધીની વેન્ટો કારમાં પાછળથી અથડાવી માથાકૂટ કરી વેન્ટો કારના કાચ તોડી નાખ્યા, સમજાવવા આવેલ મોરબીના વેપારીને ઢીકાપાટુનો માર માર્યો
મોરબીમાં નવલખી ફાટક નજીક સફારી કાર દ્વારા વેન્ટો કારને પાછળથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માત સર્જી સફારી કારમાં સવાર ત્રણ શખ્સો દ્વારા લાજવાને બદલે વેન્ટો કાર ચાલક સાથે બબાલ કરી વેન્ટો કારણ આગળ-પાછળના કાચ તોડી નાખ્યા હતા, જે બાદ વેન્ટો કાર ચાલકે મોરબી સ્થિત સંબંધીને ફોન કરી ઘટના સ્થળે બોલાવતા સફારી કાર સવાર અજાણ્યા ત્રણ શખ્સોએ તેને પણ ઢીકા પાટુનો માર મારવામાં આવતા સમગ્ર બનાવ અંગે મોરબી સ્થિત વેપારીએ સફારી સવાર અજાણ્યા ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર ગામમાં હિરલ પોઇન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા બ્રિજેશભાઈ દુર્લભજીભાઈ જાકાસણિયા ઉવ. ૩૪ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર, તા.૫ ડિસેમ્બરના બપોરે ત્રણ વાગ્યે તેમના ભાઈના સાળા ગૌતમભાઈ અમૃતલાલ લીખીયાએ ફોનથી જાણ કરી કે, ગૌતમભાઈ પોતાની વેન્ટો કાર રજી.નં. જીજે-૦૧-કેજી-૭૯૬૨ માં આમરણ ગામથી મહેન્દ્રનગર પરીવાર સાથે પ્રસંગમાં જતા હોય ત્યારે મોરબી નવલખી ફાટક સેન્ટમેરી સ્કૂલ નજીક બમ્પ પાસે પાછળ અસ્વતી સફારી કારના ચાલકે વેન્ટો કારમાં ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત બાબતે માથાકૂટ કરી વેન્ટો કારના આગળ-પાછળના કાચ તોડી નાખ્યા હતા, જે બાદ ઘટના સ્થળે પહોંચેલા બ્રિજેશભાઈએ સફારી કાર સવાર અજાણ્યા ત્રણ શખ્સો સાથે વાતચીત કરવા જતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા અને બ્રિજેશભાઈને ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો, અને ધમકી આપતાં કહ્યું કે, “આજે તો તું બચી ગયો, નહિ તો જાનથી મારી નાખવા હતા.” તેમ કહી અજાણ્યા ત્રણેય ઈસમો કાળા કલરની સફારી કાર લઈને નાસી ગયા હતા. જે મુજબની ફરિયાદને આધારે હાલ એ ડિવિઝન પોલીસે સફારી કારમાં સવાર ત્રણ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.