રાજકોટના કિશન ગઢવી દ્વારા અન્યના રૂપિયા આપી દેવા અંગે ત્રણેય પિતા-પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી
હળવદના ઇશનપુર રહેતા ખેડૂતના મોબાઈલમાં ફોન કરી રાજકોટથી કિશન ગઢવી બોલું છું તેમ કહી કોઈ નાગરભાઈના રૂપિયા મને આપવાના છે તેમ કહી ફોન ઉપર ટાંટિયા ભાંગી નાખવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ઇશનપુર ગામે રહેતા ખેડૂત ડાયાભાઇ પરમારના મોબાઇલ ઉપર ફોન આવતા જે ફોન ડાયાભાઇના દીકરાએ રિસીવ કરેલ હોય જેમાં સામે છેડે કિશન ગઢવી રાજકોટથી બોલું છું તેમ કહી કહેવા લાગેલ કે નાગરભાઈને રૂપિયા આપવાના છે તે મને આપવા તેમ કહી બેફામ ગાળો બોલતા શખ્સે જો પૈસા નહીં આપો તો ત્રણેય પિતા-પુત્રોના ટાંટિયા ભાંગી નાખવાની ધમકીઓ આપતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ડાયાભાઇના પુત્ર દિનેશભાઇ ડાયાભાઇ પરમાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મોબાઇલ નંબરના આધારે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.