Thursday, December 26, 2024
HomeGujaratમોરબી તાલુકાના ગાળા ગામ નજીક કોલસા ચોરી કૌભાંડમાં પકડાયેલ ૧૧ આરોપીઓને કોર્ટમાં...

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક કોલસા ચોરી કૌભાંડમાં પકડાયેલ ૧૧ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા:આઠ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર ત્રણ આરોપી જેલ હવાલે

ગઈકાલે મોરબીના ગુંગણ ગામે કોલસાના ગોડાઉનમાં SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો . SMC ટીમે પેટ કોક કોલસાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી કુલ ૩.૫૭ કરોડનો મુદ્દામાલ કબજે કરી ૧૨ આરોપીને પકડી પાડયા હતા અને આઠને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં ઝડપાયેલ ૧૧ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ગુંગણ ગામે કોલસાના ગોડાઉનમાં SMC એ દરોડો પાડ્યો છે. જેમાં SMC ટીમે પેટ કોક કોલસાની ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડી છે. SMC ટીમે ૧૫૮૪ ટન પેટકોક કોલસો, ૫૦૦ ટન વેસ્ટ કોલસો સહિત કુલ ૩.૫૭ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ૧૨ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ૮ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.

SMC ની ટીમે મેનેજર ભાવેશ પ્રાણજીવન શેરસિયા(રહે.સાનિધ્ય પાર્ક મોરબી), ટ્રક ડ્રાઈવર જયદેવ કરશનભાઈ ડાંગર(રહે.ગુલાબનગર જામનગર), ટ્રક ડ્રાઈવર મયુરસિંહ સુખદેવસિંહ જાડેજા(ગાયત્રી નગર,ધ્રોલ,જામનગર), ગોડાઉન સુપર વાઇઝર સારંગ સુરેશભાઇ ગાંભવી(રહે.ઓમ પેલેસ મોરબી), કોલસો મિક્ષ કરવામાં મદદ કરનાર ભીખુ વનરાવનભાઈ ઠક્કર(રહે. અલિયાબાડા, જામનગર),જયદીપગીરી ભરતગિરિ ગોસ્વામી(રહે.રણજીત સાગર રોડ જામનગર),ગુડ્ડુ કુમાર ભુધનરાય યાદવ(રહે. પરસોનવા,બિહાર), રાહુલ બનારાસિરાય યાદવ(સરાય , છપરા,બીહાર), સંજુ કિશનભાઇ નિનામા(રહે. કલ્યાણ પર,જામ્બુવા,એમપી), વિપુલ પાનસુભાઈ પરમાર(રહે. આમલી ફળિયું,દાહોદ),ગોડાઉન ઓનર દીપક પ્રભાતભાઈ આહીર(રહે.ઉમિયા સર્કલ,મોરબી) અને કિશોર નામના આરોપીઓની ધરપકડ કરી હતી જે તમામ ૧૧ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને કોર્ટ દ્વારા આ ૧૧ આરોપીઓ માંથી આઠ આરોપીઓના આગામી તારીખ ૧૩

સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસમાં વોન્ટેડ આરોપી ભગીરથ ચંદુલાલ હુંબલ(રહે.મોરબી), ચિરાગ દુદાણી(રહે.મોરબી),કુલદીપસિંહ સુરુભા ઝાલા(રહે.રણછોડ રાય,જામનગર), દિલીપભાઈ(રહે.ગાંધીધામ), વિવાન પટેલ(રહે.મોરબી), નિકુંજ પટેલ(રહે.મોરબી), ગુપ્તાજી(રહે.ગાંધીધામ) અને રોકી(રહે.ગાંધીધામ) નામના આરોપીઓની શોધખોળ SMC દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!