આજના બદલાતા જતા સમયમાં વિદ્યાર્થિની અબળાને બદલે સબળા બને તે ખાસ જરૂરી બન્યું છે. હવે નાની ઉંમરની કન્યાની છેડતીના કેસ પણ ચિંતાજનક રીતે વધવા લાગ્યા છે.
તેવા સંજોગોમાં આવારાં તત્ત્વો સામે કન્યાઓ સ્વરક્ષણ કરી શકે તે બહુ અગત્યનું છે.આ માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ૨૦૦ વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી હતી.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ધ વી.સી. હાઈસ્કૂલ અને એમ.પી. સેઠ ગર્લ્સ સ્કૂલની ૨૦૦ વિદ્યાર્થિનીઓને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ૧૫ દિવસ સુધી સેલ્ફ ડિફેન્સ તાલીમ કરાવવામાં આવી હતી.
જેમાંથી ૨૫ વિદ્યાર્થિનીઓએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્પોન્સરશીપથી આજ રોજ મોરબીમાં યોજાયેલ
“NSKA open saurashtra karate championship 2024″માં ભાગ લીધો હતો અને ઇનામો મેળવ્યા હતા.