હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે સોનીવાડ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૬ આરોપીઓને રોકડ રકમ રૂા.૧૩,૪૦૦/- સાથે પકડી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે.
હળવદ પોલીસને મળેલ બાતમી હકીકત આધારે હળવદના સોનીવાડ પાસે આવેલ ખુલ્લા પટ્ટમાં રેઇડ કરતા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીના જુગારની મહેફિલ કરીને બેઠેલા સુભાષભાઇ કનૈયાભાઇ જોષી (ઉવ.૬૮ રહે.સરમા ફળીયુ હળવદ), કેશુભાઇ રણછોડભાઇ પ્રજાપતિ (રહે.ખારીવાડી હળવદ), ચંન્દ્રકાંતભાઇ જદુરામભાઇ સાધુ (રહે. જાની ફળી હળવદ), ભરતભાઇ શાંતીભાઇ મહેતા (રહે.સોનીવાડ હળવદ), જયંતીભાઇ ત્રિભુવનભાઇ રાઠોડ (રહે.દરબાર નાકા હળવદ) તથા નરેન્દ્રભાઇ ગીરઘરલાલ ત્રિવેદી (રહે.ચોત્રાફળી હળવદ)વાળાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૧૩,૪૦૦/- સહિતના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.