Thursday, December 26, 2024
HomeGujaratહળવદના ચુપણી ગામે વાડીમાંથી દેશી દારૂ, આથો તથા બંદૂક સાથે આરોપી દંપતીની...

હળવદના ચુપણી ગામે વાડીમાંથી દેશી દારૂ, આથો તથા બંદૂક સાથે આરોપી દંપતીની ધરપકડ કરાઈ

હળવદ પોલીસે ૩,૬૦૦ લીટર આથો, ૧૦૦ લીટર દેશી દારૂ અને એક દેશી હાથ બનાવટની બંદૂક સાથે પતિ-પત્નીની અટકાયત કરી

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચુપણી ગામે આરોપીની વાડીમાં પોલીસે રેઇડ કરતા સ્થળ ઉપરથી દેશીદારુ બનાવવાનો આથો લીટર ૩,૬૦૦/- તથા ૧૦૦ લીટર દેશી દારુ કુલ કિ.રૂા. ૧,૧૦,૦૦૦/- નો તથા એક દેશી હાથ બનાવટી બંધુક (હથિયાર) કિ.રૂા. ૫૦૦૦/- સાથે આરોપી દંપતીને પકડી લેવામાં આવ્યા છે, આ સાથે બંને આરોપી પતિ-પત્ની સામે પ્રોહી. તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસને બાતમી મળેલ કે ચુપણી ગામે વાડી-ખેતરમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો અને દેશી દારૂ નો જથ્થો રાખી તેનું વેચાણ વાડી માલીક દ્વારા થઈ રહ્યું છે જે મળેલ બાતમી આધારે હળવદ પોલીસ ટીમે ચુપણી ગામની સીમમાં આરોપીની વાડીએ રેઇડ કરી દેશી દારુ બનાવવાના ૨૦૦ લીટરના ૧૮ બેરલમાં ૩૬૦૦ લીટર આથો કિ.રૂા. ૯૦,૦૦૦/- તથા બે ૫૦ લીટરના કેરબામાં દેશી દારૂ ૧૦૦ લીટર કિ.રૂા. ૨૦,૦૦૦/- તથા એક દેશી હાથ બનાવટી બે બેરલ વાળી બંધુક કિ.રૂા.૫,૦૦૦/- મળી આવી હતી, જેથી આરોપી વશરામભાઇ ભુરાભાઇ મકવાણા તથા દિપુબેન વશરામભાઇ મકવાણા રહે. ચુંપણી તા.હળવદ એમ બંને પતિ-પત્નીની સ્થળ ઉલરથી પ્રોહી. તથા આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી બંને આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!