Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં છરીની અણીએ પરપ્રાંતિય શ્રમિકને લૂંટી લેનાર ટોળકીને પકડી પાડતી મોરબી એલસીબી

મોરબીમાં છરીની અણીએ પરપ્રાંતિય શ્રમિકને લૂંટી લેનાર ટોળકીને પકડી પાડતી મોરબી એલસીબી

મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર નજીક રોડ ઉપર વિસેક દિવસ પહેલા બે બાઇકમાં આવેલ ચાર ઈસમો દ્વારા સીરામીકમાં કામ કરતા શ્રમિકને ગળા છરી રાખી મોબાઇલ તેમજ રોકડની લુંટના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે ત્રણ આરોપીઓને રૂપીયા ૩૨,૫૦૦/- ના મુદામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે, હજુ એક આરોપી ફરાર હોય તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત લુંટારૂ ટોળકી દ્વારા અન્ય મોબાઇલની લુંટો કરેલની કબુલાત આપેલ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આજથી વિસેક દીવસ પહેલા મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર પાસે આવેલ મોનોલીથ કારખાનામાં મજુરી કામ કરતા અમન અંબારામભાઇ કુશવા કારખાનામાં પોતાનુ મજુરી કામ પતાવી કારખાનાની બહાર ખરીદી કરવા જતા હતા ત્યારે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં બે મોટર સાયકલ ઉપર ચાર ઈસમો આવી અમનભાઈને ગળે છરી અડાડી ‘તારી પાસે જે હોય તે આપી દે’ તેવી ધમકી આપી, અમનભાઈ પાસેનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨૫૦૦/- મળી કુલ રૂપીયા ૧૨,૫૦૦/- ના મુદામાલની લુંટ કરી નાસી ગયા હતા. બનાવ બાદ અમનભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી.

મોરબી જીલ્લા પોલીસ દ્વારા આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે દરમ્યાન હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ઉપરોકત ગુનાને અંજામ આપનાર લૂંટારું ટોળકી હાલ માળીયા(મી) ગામ તરફ જતા રસ્તે રેલ્વે ફાટક પાસે આવેલ બેઠા પુલ તરફ જવાના રસ્તે બેઠેલ છે તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે આધારે તુરત આ જગ્યાએ તપાસ કરતા જ્યાંથી ત્રણ આરોપીઓ મળી આવેલ હતા. પકડાયેલ ચાર પૈકી ત્રણ આરોપીઓ અસગર રમજાનભાઇ માયાભાઇ મોવર રહે.કાજરડા તા.માળીયા(મી), સમીર સુભાનભાઇ હુશેનભાઇ મોવર રહે.માળીયા(મી) વાડા વિસ્તાર તથા હનીફભાઇ અબ્બાસભાઇ કરીમભાઇ ભટ્ટી રહે.કાજરડા તા.માળીયા(મી)ની ગુના સબંધી પુછપરછ કરતા પોતે ટોળકી બનાવી ઉપરોક્ત ગુનો અન્ય એક સાગરીત આરોપી અવેશભાઇ સુભાનભાઇ મોવર રહે.માળીયા ઇદ મસ્જીદ નજીકની સાથે મળી આચરેલાની કબુલાત આપી હતી. આ સાથે પકડાયેલ ત્રણેય આરોપીઓ પાસેથી શ્રમિકનો મોબાઇલ તથા રોકડા રૂપીયા-૨૫૦૦/- મળી આવતા કબજે કર્યા છે. ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપીયા ૨૫૦૦/-, છરીઓ નંગ-૨ તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨,૫૦૦/- નો મુદામાલ કબ્જે લઈ ત્રણેયની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વધુમાં પકડાયેલ ત્રણેય તથા પકડવાના બાકી એમ ચારેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે મોટર સાયકલ સાથે નિકળી મોરબીના અલગ-અલગ જી.આઇ.ડી.સી. વિસ્તારના એકલ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાક ધમકીઓ આપી મોબાઇલ ફોન તથા રોકડ રકમ પડાવી લુંટ કરવાની ટેવ વાળા છે અને જો કોઇ મજુર તેઓનુ પ્રતિકાર કરે તો તેઓ ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ પણ આપી શકવાની ટેવવાળા હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!