ટંકારાના નાના એવા ગામ હડબટીયાળીમાં રાત્રિના એક વાગ્યાની આસપાસ મેઇન બજારમાં આવેલ મકાનમાં ગેસનો બાટલો ફાટવાની ઘટના બની હતી અવાજ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ગેસનો બાટલો ફાટતાં ઘર વખરી ના સામાનનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો.જે ઘરમાં રીનોવેશન કામ ચાલુ હોવાનું સામે આવ્યું છે.
ટંકારાના હરબટીયાળી ગામે આવેલા મેઈન બજારમાં આવેલ ગણેશભાઈ માવજીભાઈ પટેલના મકાનમાં ગેસનો બાટલો ફાટયો હતો.ગેસનો બોટલો ફાટતાં આજુબાજુના ઘરોમાં પણ નુકસાન થયું હતું અને ધર વખરીનો કચરઘાણ કાઢી નાખ્યો હતો. અડધી રાત્રે એકાદ વાગ્યાના સુમારે નાના એવા ગામમાં ધડાકાભેર અવાજથી ગેસનો બોટલો ફાટતાં લોકોના ટોળા એકઠા એકત્રિત થઈ ગયા હતા. જે ઘરમાં બાટલો ફાટવાની ઘટના બની તે ઘરમાં રિનોવેશનનુ કામ પણ ચાલુ હોવાનુ જાણવા મળ્યુ છે.