મોરબી નગરપાલિકા હાલ વહીવટ દાર શાસન છે ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ભાજપ શાસિત નગરપાલિકા ને સુપરસિડ જાહેર કરવામાં આવી હતી ત્યારે પાલિકાના ભાજપ શાસન દરમિયાન થયેલા ૪૫ ડી હેઠળ ના કામ,નંદિઘર,આવાસ યોજના ની વિગતો માટે મોરબી કોંગ્રેસ દ્વારા અનેક વખત માંગ કરવામાં આવી છે છતાં પણ વિગતો કોંગ્રેસને ન આપતા આજે કોંગ્રેસ દ્વારા રેલી યોજી પાલિકા કચેરી ખાતે સદ્બુદ્ધિ હવન યોજી અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના સમયે નગરપાલિકાના 52 સભ્યો ભાજપ ના હતા અને સંપૂર્ણ ભાજપનું શાસન હતું પરંતુ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પાલિકાને સુપર સિડ કહેર કરવામાં આવી હતી અને બોડી નું વિસર્જન કરવામાં આવ્યું હતું કે બાદ થી આજ સુધી મોરબી નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે.ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપના શાસન કાળ દરમિયાન થયેલ 45 ડી હેઠળ ના વિકાસના કામો નો ખર્ચ અને વિગતો, ગૌવંશને રાખવા માટે બનાવાયેલ પાલિકા સંચાલિત નંદિઘર ના નિભાવ ખર્ચ સહિતની વિગતો અને આવાસ યોજના ના ખર્ચ સહિતની વિગતો છેલ્લા પાંચ મહિનાથી માંગવામાં આવી રહી છે છતાં પણ પાલિકાના અધિકારીઓ દ્વારા આ વિગતો કોંગ્રેસને આપવામાં આવી રહી નથી જેથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ને ઢાંકવા માટે વિગતો ન આપવામાં આવી રહી હોય તેવા આક્ષેપ સાથે આજે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી નગરપાલિકા ખાતે સદબુદ્ધિ હવન યોજવામાં આવ્યો હતો અને વિગતો ન આપવાના વલણ અંગે અનોખો વિરોધ વ્યકત કર્યો હતો.