મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. ઓવર બ્રિજ બનાવવામાં નડતર રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતો. દુકાનો બહાર રોડ પર બનાવવામાં આવેલા ઓટલા તોડવામાં આવ્યા હતા. ત્યારે હજુ આગામી સમયમાં વધુ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.
મોરબી નગરપાલિકા દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં દબાણો થતાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ વધતા તેમજ ઓવર બ્રિજ બનાવવામાં નડતરરૂપ થતાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં ૨૦ થી વધુ દુકાનો બહાર રોડ પર બનાવવામાં આવેલા ઓટલા તોડવામાં આવ્યા હતા.ત્યારે આગામી સમયમાં હજુ અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.