હળવદ ટાઉનમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી હળવદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવી હતી. જેને લઇને આજરોજ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની રાહબરી હેઠળ હળવદ ટાઉનમાં જુગાર અને પ્રોહીબિશન અંગે પોલીસ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન જી.આઇ.ડી.સી.મા જી.ઇ.બી. પાછળ જાહેરમાં તીન પતી રોન પોલીસનો ત્રણ ઇસમો અને બે મહિલાઓ પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જેને કોર્ડન કરી ઇકબાલભાઇ ગુલામભાઇ કટીયા, રાણાભાઈ વિરાભાઈ સોલંકી, કાસમભાઇ ઇસાકભાઈ સંધવાણી,ગીતાબેન વિનુભાઈ સોલંકી અને જયાબેન કેશુભાઇ ગોઢાણીયાને રોકડ રકમ રૂા.૧૩,૯૫૦/- સાથે પકડી તેમના વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ હનાભાઇ બાવળીયા પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, મુકેશભાઇ રઘુભાઇ વાસાણી, મનોજભાઈ ગોપાલભાઇ, મહેશ્વરીબેન હસમુખભાઇ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.