મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ની રજૂઆતને ધ્યાનમાં રાખીને નવલખી બંદરના વિકાસ માટે, ઉમદા પરિવહન માટે, સંભવિત અક્સ્માત નાબૂદ કરવા – ઘટાડવા અને સમગ્ર પંથકમાં વિકાસ થાય તે માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૯૦.૨૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેથી વિસ્તારવાસીઓમાં આંદનની લાગણી ફેલાઇ છે જે તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને ધ્યાનમાં રાખીને નવલખી બંદરના વિકાસ માટે, ઉમદા પરિવહન માટે, સંભવિત અકસ્માત નાબૂદ કરવા-ઘટાડવા માટે અને સમગ્ર રીતે વિકાસને વેગ મળે તે માટે કુલ મળીને રૂ.૨૯૦.૨૦ કરોડની રકમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની સર્વાંગી અને સતત વિકાસલક્ષી કામગીરી ઝડપી બને તે માટે અત્યંત વ્યસ્ત એવા ૪૧ કિલોમીટર લાંબા મોરબી-નવલખી રોડને હાલના ૧૦ મીટર રોડની જગ્યાએ ફોર લેન બનાવવા, જરૂરી નવા પૂલ-નાલા બનાવવા અને જૂના પુલની રેસ્ટોરેશનની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૯૦.૨૦ કરોડ મંજૂર કરાયા છે. જેમાં કોસ્ટલ હાઈવે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવા અને એના અન્ય આનુષંગિક કામ માટે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૨૩.૫૦ કરોડ મંજૂર કરાયા છે. જે રોડ પર આવતા બે રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા અને મંજૂર થયેલા કામો માટેની પ્રિકન્સ્ટ્રકશનની કામગીરી અને કન્સલટન્સી-ડીપીઆર કામગીરી માટે રૂ. ૧૩.૩૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.આમ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને સફળતા મળતાં સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી. જે બદલ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.