મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક મોટર સાયકલ ઉપર જઇ રહેલા પરિવારને ટ્રકે સાઈડમાંથી હડફેટે લેતા મોટર સાયકલ સવાર પતિ-પત્ની અને તેમની દીકરી રોડ ઉપર પડી ગયા હતા, જેમાં મોટર સાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજા પહોચતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક માર્ગ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૦/૧૧ના રોજ શીવરામભાઈ નાનસિંહ વાસ્કલે તેમની પત્ની બુધીબાઈ અને દીકરી રીંકુ સાથે હોન્ડા ડ્રિમ યુગા બાઇક રજી.નં. જીજે-૩૬-સી-૦૭૦૩ લઈને જતા હોય ત્યારે લક્ષ્મીનગર ગામ નજીક પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આવતા ટ્રક રજી. નં. જીજે-૧૨-બીએક્સ-૨૧૨૧ એ મોટર સાયકલની સાઈડમાંથી હડફેટે લેતા શીવરામભાઈ તેની પત્ની અને બાળકી રોડ ઉપર પડી જતા મોટર સાયકલ ચાલક શીવરામ ભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો, સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના સાઢુંભાઈ રેવારામ સોહનરામ બામણીયા જાતે આદીવાસી ભીલ ઉવ. ૩૧ ધંધો મજુરીકામ રહે હાલ લક્ષ્મીનગર ગામ વાડીએ મુળગામ મૌઘન ખરગૌન થાના બીસ્ટાન (એમ.પી.) વાળાએ તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત ટ્રકના ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.